ટીવી ધારાવાહીકોના શૂટિંગ બંધ થવાથી 100 કરોડ રૂપિયાનું નુકસાન

News18 Gujarati
Updated: March 25, 2020, 3:02 PM IST
ટીવી ધારાવાહીકોના શૂટિંગ બંધ થવાથી 100 કરોડ રૂપિયાનું નુકસાન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

લગભગ 100 કરોડ રૂપિયાની ખોટ અત્યાર સુધીમાં થઇ ચૂકી છે.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus, covid 19) પ્રત્યક્ષ રીતે તો મોટો ખતરો છે જ. પણ જીવના જોખમની સાથે તે જાનમાલને પણ મોટું નુક્શાન પહોંચાડી રહ્યો છે. ભારતની આર્થિક સ્થિતિ કોરોનાના કારણે વણસી છે. અને આનો પ્રભાવ અન્ય ક્ષેત્રની સાથે ટીવી ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહ્યો છે. લગભગ 100 કરોડ રૂપિયાની ખોટ અત્યાર સુધીમાં થઇ ચૂકી છે. આ નુક્શાન શૂટિંગથી જોડાયેલો છે. પિંકવિલાની વાત કરતા ટીવી એન્ડ વેબ, આઇએફટીપીસીના ચેરમેન જેડી મજિઠિયાએ જણાવ્યું કે આટલા દિવલથી શૂટિંગ રોકાઇ જતા લગભગ 100 કરોડનું નુક્શાન થયું છે.

વળી શૂટિંગ રોકાઇ જવાથી પ્રસારણ સંબંધી નુક્શાન થવાની સાથે જ રોજ પ્રયોગમાં લેવામાં આવતા સંયત્ર અને શૂટિંગ સેટની કોસ્ટિંગ આદીને જોડીએ તો નુક્શાન સો કરોડનો આંકડો પાર કરી જાય છે. જ્યારે જૂનિયર કલાકારો અને અન્ય ટેકનિકલ સ્ટાફને મળતા પૈસાને જોડીએ છીએ તો આ આંકડો વધુ મોટો થઇ જાય છએ. જો કે આમ છતાં ટીવી એન્ડ વેબ, આઇએફટીપીસીના ચેરમેન જેડી મજિઠિયાએ તે પણ કહ્યું કે ભલે નુક્શાન થઇ રહ્યું હોય પણ હાલ જે હાલાત છે અને જે રીતે કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તે સમય શૂટિંગ કે કામ શરૂ કરવું ઠીક નથી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ આગામી 21 દિવસ માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે. અને આગામી 21 દિવસ સુધી કોઇ પણ પ્રકારનું શૂટિંગ નહીં કરવામાં આવે. ત્યારે હાલ બિગ બોસ સમેત અનેક જાણીતી ટીવી સીરિયલના રિપીટ ટેલિકાસ્ટ ટીવી પર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर