કોરોના પોઝિટિવ હિમાંશી ખુરાનાની અચાનક તબિયત બગડી, હોસ્પિટલમાં કરી દાખલ

કોરોના પોઝિટિવ હિમાંશી ખુરાનાની અચાનક તબિયત બગડી, હોસ્પિટલમાં કરી દાખલ
હિમાંશી ખુરાના

ઉલ્લેખનીય છે કે હિમાંશી ખુરાના પોતાના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ શેર કર્યો હતો કે તે કોરોના સંક્રમિત થઇ છે.

 • Share this:
  બિગ બોસ ફેમ અને પંજાબી મોડેલ તથા એક્ટ્રેસ હિમાંશી ખુરાના (Himanshi Khurrana)ના ફેન્સ માટે ખૂબ જ ચિંતાજનક ખબર આવી છે. થોડા સમય પહેલા હિમાંશી ખુરાના કોરોના પોઝિટિવ (Covid Positive) જોવા મળી હતી. હિમાંશીએ આ મામલે જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. કોરોના માટે તેમની સારવાર ચાલી રહી હતી, ત્યાં જ અચાનક તેમની તબિયત બગડતા તેને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને તેમની હાલત હજી પણ ખૂબ જ ગંભીર છે. હિમાંશી ખુરાનાને તાવ સાથે અન્ય પરેશાનીઓ પણ છે.

  હિમાંશી ખુરાના કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમના ઘરે રહીને પોતાની સારવાર કરાવી હતી. તે હોમ ક્વોરેન્ટાઇનમાં સતત ડોક્ટરની સલાહ લઇ રહી હતી. પણ હાલમાં જ સ્પોર્ટબોયની એક રિપોર્ટ મુજબ હિમાંશી ખુરાનાને 105 ડિગ્રી તાવ આવ્યા હતું. અને તેમનું ઓક્સિજન લેવલ પણ ખૂબ ઓછું થઇ જતા તબિયત બગડતા તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિમાંશી ખુરાના પહેલા ઘરે જ સારવાર લઇ રહી હતી પણ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક્ટ્રેસને એમ્બ્યુલન્સથી ચંદીગઢથી લુધિયાણા શીફ્ટ કરવામાં આવી છે. અહીં ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે હિમાંશી ખુરાના પોતાના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ શેર કર્યો હતો કે તે કોરોના સંક્રમિત થઇ છે. તેમણે ખેડૂત બિલની વિરુદ્ધ યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી લીધી હતી. જે પછી સુરક્ષા કારણોથી તેમણે પોતાનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.
  Published by:Chaitali Shukla
  First published:September 30, 2020, 17:52 pm