કોમેડિયને શેર કર્યો આ Video, કહ્યું-"શું આપણને કોઇ વાયરસ અડી શકે?"

વાયરલ વીડિયો

આ વીડિયો જોઇને તમે શાકવાળાથી શાક લેતા પહેલા ચોક્કસથી વિચારશો.

 • Share this:
  ચારે બાજુ ખાલી કોરોના વાયરસ (Coronavirus or Covid 19)ની વાતો જ સાંભળવા મળી રહી છે. ચીનથી આ રોગની શરૂઆત થઇ હતી અને અત્યારે વિશ્વના 100થી વધુ દેશોમાં તે ફેલાઇ ચૂક્યો છે. એટલું જ નહીં જાણીતી સેલેબ્રિટી પણ તેની ઝપેટમાંથી બચી નથી શકી. અને લોકો સોશિયલ મીડિયામાં પણ સાવધાની વર્તવાનું કહી રહ્યા છે.

  ત્યાં આ તમામ વાતોની વચ્ચે કોમેડિયન અલી અસગર (Comedian Ali Asgar) કોરોના વાયરસના સંદર્ભમાં એક વીડિયો શેર કરીને કંઇક તેવું કહ્યું છે જેનાથી તમામ લોકો હેરાન છે.આ વીડિયો જોઇને તમે શાકવાળાથી શાક લેતા પહેલા ચોક્કસથી વિચારશો.

  View this post on Instagram

  Kya hame KOI virus chu sakta hai ..bolo ?? 🙈

  A post shared by Ali Asgar (@kingaliasgar) on Mar 3, 2020 at 11:08pm PST  અલી અસગર દ્વારા શેર કરેલા આ વીડિયોમાં એક શાકવાળો પોતાનું શાક ગટરના પાણીમાં નાખીને તેને સાફ કરે છે. આ શાકમાં ટમાટર, ભીંડા, મરચા, કોબીજ જેવા શાક છે. અને પછી તે આ શાકને ટોકરીમાં લઇને પોતાના ઠેલામાં સજાવી રહ્યો છે. આ શાકને જોઇને કોઇ કહી ના શકે કે તે ગટરના પાણીમાં સાફ થયા હશે.

  આ વીડિયોને શેર કરતા અલી અસગરે કેપ્શનમાં કહ્યું છે કે - 'શું આપણને કોઇ વાયરસ અડી પણ શકે છે?? બોલો?' અલી અસગરના આ વીડિયો પર જોરદાર પ્રતિક્રિયા લોકો આપી રહ્યા છે. કેટલાક આની પર હસી રહ્યા છે તો કેટલાક આ શાકવાળા પર ગુસ્સો ઉતારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો થોડા સમયે પહેલા પણ વાયરલ થઇ ચૂક્યો છે. પણ કોરોના વાયરસના કારણે ફરી વાયરલ થઇ રહ્યો છે.

  વધુમાં જણાવી દઇએ કે કોરોના વાયરસના કારણે બોલિવૂડને પણ મોટા પ્રમાણમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સૂર્યવંશી જેવી ફિલ્મની રિલીઝ ડેટ પાછી કરવામાં આવી છે તો અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મ જે રિલીઝ થઇ ચૂકી છે તેને પણ કેટલાક રાજ્યોમાં થિયેટરમાં રજૂ થતી રોકવામાં આવી છે. વળી અનેક કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: