Home /News /entertainment /Chetan Bhagat Vs Urfi Javed: ચેતન ભગત-ઉર્ફી જાવેદમાં જંગ! હવે લેખકે કર્યો પલટવાર
Chetan Bhagat Vs Urfi Javed: ચેતન ભગત-ઉર્ફી જાવેદમાં જંગ! હવે લેખકે કર્યો પલટવાર
ફોટોઃ @urf7i, @chetanbhagat
સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ અને ચેતન ભગતની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ઉર્ફીની પોસ્ટ બાદ હવે ચેતન ભગતે એક ટ્વિટ કરી છે. જેમાં તેણે ઉર્ફીનું નામ લીધા વિના જવાબ આપ્યો છે. લેખકનું ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યુ છે.
મુંબઈઃ બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed)ની ફેશન સેન્સ અને બિન્દાસ શબ્દોથી તો હવે સૌ કોઈ વાકેફ છે. અભિનેત્રી ક્યારેય પોતાની વાત કહેવાથી પાછળ નથી હટતી. હાલમાં જ અભિનેત્રી ચેતન ભગત (Chetan Bhagat) પર ભડકી હતી, જેનું કારણ હતું લેખકનું તેણીના ઉપર આપવામાં આવેલુ નિવેદન. જેમાં તેનું કહેવું હતું કે ઉર્ફી 'યુવાઓને બગાડી રહી છે.' ચેતન ભગતનું આ નિવેદન ઉર્ફીને પસંદ ના આવ્યુ અને તેણીએ લેખક પર સોશિયલ મીડિયા દ્વારા પોતાની ભડાસ નીકાળી. જેના પર હવે ચેતન ભગતે રિએક્ટ કર્યુ છે.
ચેતન ભગતે ટ્વિટ કરીને ઉર્ફી જાવેદના નિવેદનો પર રિએક્શન આપ્યુ છે. ચેતન ભગતે પોતાની ટ્વિટમાં લખ્યુ- "મેં ક્યારેય કોઈની સાથે વાત નથી કરી/ ચેટ નથી કરી/ મુલાકાત/ ઓળખાણ નથી કરી જ્યાં આ વાત ફેલાવવામાં આવી રહી છે કે મેં આવું કંઈક કર્યુ છે. તે નકલી છે. અને જૂઠું છે. કોઈની આલોચના નથી કરી અને મને એ પણ લાગે છે કે લોકોને ઈન્સ્ટાગ્રામ પર સમય બગાડવાથી રોકવા અને ફિટનેસ તેમજ કરિયર પર ધ્યાન આપવાનું કહેવાનું કંઈ ખોટું નથી."
Have never spoken to/chatted with/met/ known someone where it’s being spread that I have done so. It’s fake. a lie.also a Non issue.Haven’t criticised anyone.And I also think there’s nothing wrong in telling people to stop wasting time on Instagram and focus on fitness and career
જોકે, પોતાના ટ્વિટમાં તેણે કોઈનું નામ નથી લખ્યુ. જણાવી દઈએ કે, હાલમાં જ ચેતન ભગતે એક ઈવેન્ટમાં ઉર્ફી જાવેદને કહ્યુ હતું કે, 'યુવા આજે ઉર્ફી જાવેદના વીડિયો જોઈ રહ્યા છે. પણ અહીં ઉર્ફી ખોટી નથી. તેણી તો પોતાનું કરિયર બનાવી રહી છે. પરંતુ લોકો પથારીમાં ઘુસીને ઉર્ફીના ફોટો જુએ છે. હું પણ આજે ઉર્ફીના તમામ ફોટો જોઈને આવ્યો છું.'
તેના પર ઉર્ફીએ કહ્યુ- 'તમારા જેવી માનસિકતાને કારણે લોકો બળાત્કારના કલ્ચરને વધારો કરે છે. આ બંધ કરો. પુરુષો ભૂલ કરે છે અને મહિલાઓને તેની આરોપી બનાવી દેવામાં આવે છે, આ તો 80ના દાયકાની વાત થઈ ગઈ મિસ્ટર ચેતન ભગત. રહી વાત યૂથની તો બગડવાનું તો તમારા જેવા લોકો શીખવી રહ્યા છે કે, પોતાની ભૂલ કેવી રીતે બીજા ઉપર થોપવામાં આવે. યુવાઓને તુ ગુમરાહ કરી રહ્યો છે ના કે હું."
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર