મુંબઈઃ હાલમાં ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક (Kavita Kaushik) પોતાના સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ હંમેશા લોકોનું ધ્યાન ખેંચતી રહી છે. તેણે લૉકડાઉન (Lockdown) લાગુ થતાં જ પોતાની પહેલી કોમેન્ટ છવાઈ ગઈ હતી. સૌથી પહેલા ટીવી પર રામાયણ (Ramayan) ના પુનઃ પ્રસારણ પર કોમેન્ટ કરતાં કહ્યું કે, સંસદમાં નેતા પોર્ન જોતાં પકડાતાં હોય છે અને આપણને રામાયણ જોવા માટે કહે છે. તેની પર કવિતા ખૂબ ટ્રોલ થઈ હતી. જોકે, તેણે બધાને વળતો જવાબ આપ્યો હતો. તેણે ટ્રોલર્સ સામે મૌન રહેવાને બદલો વળતો જવાબ આપ્યો હતો.
તેના થોડા દિવસ બાદ તેણે પતિની સાથે ખૂબ રોમેન્ટિક યોગની તસવીરો મૂકીને લોકોને જવાબ આપ્યો. તેમાં તે રામાયણ જોવાને બદલે પતિ વિવેકની સાથે કિચનમાં ખાવાનું બનાવતા, યોગના અંદાજમાં પુસ્તક વાંચતા, રોમેન્ટિક યોગ કરતી જોવા મળી રહી હતી.
પરંતુ હવે તેઓએ નવા પ્રકારના યોગ શરૂ કર્યા છે. તેમાં તે પોતાની ગેલરીની દીવાલ પર બંને પગના સહારે ઊંધી ઊભી રહેલી જોવા મળી. તેણે કેપ્શનમાં લખ્યું, સારું હું માત્ર દેખાડો કરી રહી છું, આ કોઈ યોગ નથી. પરંતુ અભિમાનને ખતમ કરવામાં સમય લાગશે. માફી, પરંતુ માફી માંગવી. આપનો દિવસ મંગળમય હોય. બાય.
Ok,, now I'm just showing off, absolutely not what a yogi does, but vanity takes time to go , sorry not sorry, have a good day, bye pic.twitter.com/9fqrK2IUrE
ઉલ્લેખનીય છે કે, પોતાની ટીવી ધારાવાહિક ચંદ્રમુખી ચૌટાલા માટે કવિતા લાઇમલાઇટમાં આવી હતી. પરંતુ તે હાલ ટીવીના નાના પડદાથી દૂર છે. તેણે યોગની તસવીરો પોસ્ટ કરતાં કેટલાક લોકોએ કહ્યું કે, સીધા ઊભા રહો!
I’ve forgotten what you look like standing straight looking into camera