PEARL નાં સપોર્ટમાં TV સેલેબ તો DCP એ કહ્યું 'અમારી પાસે પૂરાવા છે એટલે ધરપકડ કરી'

મુંબઇની વસઇ કોર્ટે પર્લને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે.

એકતા કપૂર, સુરભિ જ્યોતિ, કરિશ્મા તન્ના, અનીતા હસનંદાની, નિયા શર્મા, રક્ષંદા ખાન, નિક્કી શર્મા, અલી ગોની અને દિવ્યા ખોસલા કુમાર સહિતનાં ઘણાં સ્ટાર્સ પર્લ વી પુરીનાં (Pearl V Puri)નાં સપોર્ટમાં આવ્યાં છે. આ મામલે પર ડીસીપી સંજય કુમાર પાટીલે કહ્યું કે, પર્લ પર લાગેલાં આરોપો ખોટા નથી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરન અને નિશાનાં કેસ બાદ વધુ એક ટીવી સેલિબ્રિટી પોલીસનાં ચક્કકર લગાવી રહ્યો છે. આ છે નાગિન 3 (Naagin 3) ફેઇમ પર્લ વી પુરી (Perl V Puri)ની પોલીસે ધરપકડ કરી લીદી છે. પર્લ વી પુરીને મુંબઇ પોલીસ (Mumbai Police)એ સગીરા પર રેપનાં આોપમાં પોક્સો (POCSO) એક્ટ હેઠળ ધરપકડ કરી છે. મુંબઇની વસઇ કોર્ટે પર્લને 14 દિવસનાં ન્યાયિક હિરાસતમાં મોકલ્યો છે. પર્લની ધરપકડ બાદ એકતા કપૂર સહિત ઘણાં ટીવી સ્ટાર્સ તેનાં સપોર્ટમાં ઉતર્યા છે. જે બાદ હવે સોશિયલ મીડિયા (Social Media) પર આ મામલે ડીસીપી સંજય કુમાર પાટિલે નિવેદન જાહેર કર્યું છે.

    પર્લ વી પુરી (Pearl V Puri)નો આ કેસ સાથે સંબંધ શું છે, તેની તપાસ ચાલી રહી છે. પણ ટીવીનાં ઘણાં સ્ટાર્સને લાગે છે કે પર્લ પર લગાવવામાં આવેલાં આરોપો ખોટા છે. એકતા કપૂર, સુરભિ જ્યોતિ, કરિશ્મા તન્ના, અનીતા હસનંદાની, નિયા શર્મા, રક્ષંદા ખાન, નિક્કી શર્મા, અલી ગોની અને દિવ્યા ખોસલા કુમાર સહિતનાં ઘણાં સ્ટાર્સ પર્લનાં સપોર્ટમાં છે.



    એકતા કપૂરે તો લાંબી લચક પોસ્ટ લખી જણાવ્યું છે કે, અસલમાં આખી વાર્તા શું છે. એકતા કપૂરે તેની પોસ્ટમાં જણાવ્યું કે, વિક્ટિમની માતા પણ પર્લ વી પુરીને નિર્દોષ ગણાવ્યો છે. તો આ મામલે ડીસીપી સંજય કુમાર પાટિલનું કહેવું છે કે, પર્લ પર લાગેલાં આરોપો ખોટા નથી.

    DCP સંજય કુમારનાં પ્રેસ કોન્ફરન્સની ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં પાટિલને એકતા એ લગાવેલાં આરોપો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો સંજયે કહ્યું કે, આરોપો જુઠ્ઠા નથી. તપાસમાં તેનું નામ સામે આવ્યું છે, તેનાં વિરુદ્ધ પૂરાવા છે. તેથી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. બાકી કોર્ટમાં સત્યનો નિર્ણય કરવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published: