HDB: મહાભારતમાં શ્રીકૃષ્ણનું પાત્ર નીતીશ ભારદ્વાજની આવી રીતે મળ્યું'તું, ખૂબ જ રોચક છે કિસ્સો

HDB: મહાભારતમાં શ્રીકૃષ્ણનું પાત્ર નીતીશ ભારદ્વાજની આવી રીતે મળ્યું'તું, ખૂબ જ રોચક છે કિસ્સો

  • Share this:
    નવી દિલ્લી:  નીતીશકુમાર ભારદ્વાજે અનેક ફિલ્મો અને ટીવી શોમાં અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે. પરંતુ તેમને મહાભારત સીરીયલમાં ભગવાન કૃષ્ણની ભૂમિકાથી સાચી ઓળખ મળી હતી. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે, કૃષ્ણના રૂપમાં પ્રસિદ્ધ નીતિશ ભારદ્વાજ વ્યવસાયે વેટરનરી ડોક્ટર છે.

    તારીખ 2 જુન, 1963ના રોજ જન્મેલા નીતિશ ભગવાન શ્રીકૃષ્ણનો રોલ કરીને લોકોમાં એટલા પ્રસિદ્ધ થઈ ગયા કે, ભારતીય જનતા પક્ષે તેમને ચૂંટણી માટે મેદાનમાં ઉતારી દીધા હતા. જ્યાં-જ્યાં નિતીશ જતા ત્યાં-ત્યાં લોકો તેમને ભગવાનના રૂપમાં પૂજતા હતા, આદર કરતા હતા. તેમની આ લોકપ્રિયતાના કારણે તેઓ ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. આજે તેમના જન્મદિવસ નિમિતે મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા માટેની તકના રોચક કિસ્સાનો ઉલ્લેખ કરવો જરૂરી છે.



    ખ્યાતનામ નિર્માતા-નિર્દેશક બી આર ચોપડા મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા માટે ઓડિશન લઇ રહ્યા હતા. અનેક લોકોએ આ ભૂમિકા માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ તેમને કોઈ ગમ્યું નહીં. ઓડિશન બાબતે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં નીતીશ ભારદ્વાજે જણાવ્યું હતું કે, સ્ક્રીન ટેસ્ટથી બીક લાગતી હોવાથી તેઓ શ્રી કૃષ્ણનો રોલ ભજવવા માંગતા નહોતા. મને પહેલા વિદુરનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. હું મેકઅપમાં હતો. ત્યારે ત્યાં વિરેન્દ્ર રાજદાન આવ્યા અને કહ્યું કે, તેઓ વિદુરનો રોલ ભજવી રહ્યા છે. ત્યારે મેં કહ્યું કે આવું કઈ રીતે શક્ય છે. આ રોલ માટે તો મને બોલાવવામાં આવ્યો છે. વીરેન્દ્રએ કહ્યું કે, જુઓ હું કોસ્ચ્યુમ પહેરીને તૈયાર છું, શોટ આપવા જઈ રહ્યો છું.

    આ પણ વાંચો: અમદાવાદ : જુહાપુરાનો કુખ્યાત નઝીર વોરા ઝડપાયો, કેમ લેવું પડ્યું સાસુમાનું શરણ?

    આ મામલે નિતિશે વધુમાં કહ્યું કે, જ્યારે હું રવિ ચોપડાને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે, વિદુરને વૃદ્ધ દેખાડવાના છે અને તમે તો ખૂબ યુવાન છો. માટે આ રોલ તમારા પર સારો નહીં લાગે. આ સાંભળીને મારી આશા પર પાણી ફરી વળ્યું હતું. બી આર ચોપડાએ ત્યારબાદ મને નકુલ કે સહદેવનું પાત્ર ભજવવા કહ્યું, પરંતુ મેં ના પાડી દીધી.

    ઉલ્લેખનીય છે કે, બી આર ચોપરાએ શ્રી કૃષ્ણની ભૂમિકા માટે લગભગ 55 કલાકારોનો ટેસ્ટ લીધો હતો. પરંતુ તેમને કોઈ પસંદ આવ્યું ન હતું. ત્યારે રવિ ચોપરાએ વધુ એક વખત નીતીશને બોલાવ્યા અને કહ્યું કે, જો તમે સારો રોલ કરવા ઇચ્છતા હોવ તો તમારે સ્ક્રીન ટેસ્ટ આપવો પડશે. ત્યારબાદ નીતિશે ટેસ્ટ આપ્યો હતો. આ ટેસ્ટમાં તેની મનમોહક સ્માઈલ એટલી ગમી કે નીતીશને શ્રી કૃષ્ણનો રોલ આપી દેવાયો હતો.
    Published by:kuldipsinh barot
    First published:June 02, 2021, 19:01 IST

    ટૉપ ન્યૂઝ