Home /News /entertainment /

Bigg Boss 14: ટાસ્કમાં અલી ગોની-જેસ્મિન ભસીનની જોડી હારી, શું તે જશે ઘરની બહાર?

Bigg Boss 14: ટાસ્કમાં અલી ગોની-જેસ્મિન ભસીનની જોડી હારી, શું તે જશે ઘરની બહાર?

બિગ બોસ

બિગ બોસ ફિનાલે જેમ જેમ પાસે આવી રહ્યું છે મેકર્સ ગેમમાં નવા નવા ટ્વિસ્ટ લાવી રહ્યા છે.

    બિગ બોસ ફિનાલે જેમ જેમ પાસે આવી રહ્યું છે મેકર્સ ગેમમાં નવા નવા ટ્વિસ્ટ લાવી રહ્યા છે. બિગ બોસના ઘરમાં મંગળવારે ભારે ઉથલ પુથલ રહીં. મંગળવારે એવિક્શનથી બિગ બોસના ઘરવાળા સમય પર પહેરો આપવાનું એક ટાસ્ક આપ્યું હતું. જેમાં ઘરવાળા એકબીજાને ટારગેટ કર્યા હતા. શોની શરૂઆતમાં એજાજ ખાન મસ્તીમાં શહજાદ ખાનને યાદ કરીને નિક્કીથી કહે છે કે આજે તે ક્યાં છે અને હું ક્યાં છું. એજાજની આ વાતને જેસ્મિન પણ સાંભળે છે. તે પછી જેસ્મિન એઝાઝને કહે છે કે આટલા દિવસ સુધી કોઇ મજાક ના કર્યો અને આજે અચાનક શહનાજના નામે ટોન્ટની જેમ લે છે.

    નિક્કીથી જેસ્મિન આજ કહે છે. પાછળથી નિક્કી, એઝાઝથી આ વિષે વાત કરે છે. ત્યાં જ જેસ્મિન રાહુલને આ વાત કહે છે. શહજાદને લઇને થયેલી આ વાત પર ત્રણે એઝાઝ પર તંજ કસે છે. અને કહે છે કે ઇમ્યૂન થઇને પહેલા ફાઇનલિસ્ટ થવાનું તેને ઘમંડ થઇ ગયું છે.

    બિગ બોસ ઘરના ફિનાલે વીકમાં ઇવિક્શન પ્રક્રિયાની અનાઉસમેન્ટ કરતા એક ટાસ્ટ આપવામાં આવ્યો હતું. જેમાં બે-બેની જોડીમાં તમારે ટાસ્ક પૂરો કરવાનો છે. રુબીના દ્વારા આપવામાં આવેલા કાર્યમાં ગોની અને જેસ્મિન એક ટીમ બનાવે છે અને તે પ્લાન પણ બનાવે છે કે કેવી રીતે ટાસ્ક રમવું.


    જેસ્મિન ભસીન અને અલી ગોનીની ટાસ્ક વખતે નિક્કી તેમને એવા સવાલો પૂછે છે જેનાથી સ્થિતિ વણસી જાય છે. કવિતા જેસ્મિનને પુછે છે કે અલીના ફરી લગ્ન થયા તો તો દુલ્હન બનશે કે પછી તેની સાળી બનીને તેના જૂતા ચોરશે? આ ટાસ્ક પૂરું થયા પછી જેસ્મિન અને અલીની જોડી સમય પર પહેરો આપવામાં સફળ નથી થતા જેના કારણે હવે અલી અને જેસ્મિન પર ઘરથી બહાર જવાનો સંભવાના વધી ગઇ છે.

    બિગ બોસ તેમને કહે છે કે આજે ખાલી એક જ વ્યક્તિ ઘરથી બહાર જશે અને હવે જેસ્મિન અને અલી નક્કી કરવું પડશે કે કોણ ઘરમાં રહેશે અને કોણ બહાર જશે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Aly Goni, Bigg Boss, Bigg boss 14, સલમાન ખાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन