નવી દિલ્હી: ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી'(Bigg Boss OTT)નો ભવ્ય પ્રીમિયર શરૂ થઈ ગયો છે. કરણ જોહર 'બિગ બોસ OTT' હોસ્ટ કરી રહ્યો છે. કરણ જોહર (Karan Johar)ના જબરદસ્ત અભિનયથી શોની શરૂઆત થઈ. તમને જણાવી દઈએ કે, આ વખતે સૌથી પ્રખ્યાત રિયાલિટી શો 'બિગ બોસ' OTT પ્લેટફોર્મ એટલે કે Voot પર પ્રથમ આવી રહ્યો છે. આના 6 અઠવાડિયા પછી, તે ટીવી પર આવવા જઈ રહ્યું છે.
'બિગ બોસ ઓટીટી'ની ખાસ વાત એ છે કે એક કલાકના એપિસોડ સિવાય, તમે શોના તમામ સ્પર્ધકોને 24 કલાક લાઈવ જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી ચાલી રહેલા શોના ભવ્ય પ્રીમિયરમાં 6 હીરો એટલે કે 6 પુરુષ સ્પર્ધકો દાખલ થયા છે, જેમાં નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, કરણ નાથ, જીશાન ખાન અને રાકેશ બાપટના નામ સામેલ છે. તો ચાલો તમને બતાવીએ શોના ભવ્ય પ્રીમિયરની ઝલક…
મહત્વનું છે કે, 'બિગ બોસ' ટીવી પહેલા પહેલી વખત OTT પર શરૂ કરવામાં આવ્યું છે. તેનું પ્રીમિયર આજે વુટ સિલેક્ટ પર એટલે કે 8 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યે કરવામાં આવી રહ્યું છે. સોમવારથી શુક્રવાર સુધી, શો 7 વાગ્યે વૂટ પર જોઈ શકાય છે, જ્યારે સપ્તાહના અંતે શો ફક્ત 8 વાગ્યે સ્ટ્રીમ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર