Bigg Boss-3 શરૂ થતા પહેલાં જ વિવાદમાં, સ્પર્ધકે લગાવ્યો યૌન શોષણનો આરોપ

મહિલા પત્રકારે ફરિયાદ દાખલ કરતાં કહ્યું કે, શોનાં ઓર્ગેનાઇઝર્સ લિસ્ટમાં શામેલ 4 લોકોએ ફાઇનલ રાઉન્ડમાં એન્ટ્રી માટે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરી હતી.

News18 Gujarati
Updated: July 15, 2019, 12:23 PM IST
Bigg Boss-3 શરૂ થતા પહેલાં જ વિવાદમાં, સ્પર્ધકે લગાવ્યો યૌન શોષણનો આરોપ
મહિલા પત્રકારે ફરિયાદ દાખલ કરતાં કહ્યું કે, શોનાં ઓર્ગેનાઇઝર્સ લિસ્ટમાં શામેલ 4 લોકોએ ફાઇનલ રાઉન્ડમાં એન્ટ્રી માટે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરી હતી.
News18 Gujarati
Updated: July 15, 2019, 12:23 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ટીવીનાં વિવાદિત શો 'બિગ બોસ'નાં તેલુગૂ વર્ઝનની ત્રીજી સીઝન ટેલીકાસ્ટ થતા પહેલાં જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. સોર્સિસની માનીયે તો, આ શો 21 જુલાઇનાં શરૂ થવાનો છે. પણ આ શો શરૂ થવાનાં પહેલાં જ હૈદરાબાદની એક મહિલા પત્રકારે શો સાથે જોડાયેલા ચાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલા પત્રકારનું કહેવું છે કે, શોમાં એન્ટ્રી માટે તેની સાથે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો-VIDEO: જ્યારે સની લિયોને 'બિગ બોસ'માં કર્યો હતો સિઝલિંગ પોલ ડાન્સ

મીડિયા રિપોર્ટ્સ મુજબ પત્રકારે ફરિયાદ દાખલ કરતાં કહ્યું છે કે, શોનાં ઓર્ગેનાઇઝર્સ લિસ્ટમાં શામેલ 4 લોકોને તેમને ફાઇનલ રાઉન્ડમાં એન્ટ્રી લેવા માટે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરી હતી. જે બાદ મહિલા પત્રકારે હૈદરાબાદ સ્થિત બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 354 હેઠળ ચાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જ્યાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.



રિપોર્ટ્સ મુજબ આ કેસની પુષ્ટિ કરતાં બંજારા હિલ્સે ACP શ્રીનિવાસ રાવને જણાવ્યું કે, પત્રકારને માર્ચમાં શો તરફથી કોલ આવ્યો હતો. તેને તેલુગૂ બિગ બોસની સીઝન 3 માટે પસંદ કરવામાં આવી હતી. જે બાદ પત્રકારે ત્યાં જઇને તે ચારેય સાથે મુલાકાત કરી હતી જ્યાં તેમની સાથે ઘણી ગેરવર્તણૂક થઇ હતી. ત્યાં હાજર ચારેય લોકોએ પત્રકારને ફાઇનલ ટિકિટ મેળવવા માટે બોસને ખુશ કરવાની વાત કરી હતી.

આ પણ વાંચો-બિકિનીમાં 12 વર્ષની બાળકી લાગી રહી છે કેટરિના, PHOTOS VIRAL
First published: July 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...