સિદ્ધાર્થ શુક્લાએ જ્યારે ગુસ્સામાં એક્ટર અર્જૂન કપૂર સાથે કરી લડાઇ, Viral થયો Video

News18 Gujarati
Updated: February 14, 2020, 3:25 PM IST
સિદ્ધાર્થ શુક્લાએ જ્યારે ગુસ્સામાં એક્ટર અર્જૂન કપૂર સાથે કરી લડાઇ, Viral થયો Video
સિદ્ધાર્થ અને અર્જૂન

  • Share this:
બિગ બૉસ (Bigg Boss 13) ની આ સીઝન સૌથી વધુ ચર્ચાઓમાં રહી છે. અને તેમાં પણ કોઇ કંટેસ્ટેંટનું નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું છે તો તે છે સિદ્ધાર્થ શુક્લા (Siddharth Sukla) સિદ્ધાર્થ આ પહેલા પોતાના ગુસ્સાના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. બિગ બૉસના ફાઇનલિસ્ટ બનેલા સિદ્ઘાર્થ શુક્લા, પહેલા એક રિયાલિટી શોના વિજેતા રહી ચૂક્યા છે. સિદ્ઘાર્થ કલર્સ ચેનલના હીટ શો ફિયર ફેક્ટર ખતરોના ખેલાડી 7ના વિજેતા છે. આ શોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે જેમાં બોલિવૂડ સ્ટાર અર્જૂન કપૂર અને સિદ્ધાર્થનો એકબીજા પર ઝગડો કરતા નજરે પડે છે.

પોતાના ગુસ્સેલ સ્વભાવ, ફર્લ્ટ કરવાની આદત અને સિડનાઝ કનેક્શન સુધી તેવી અનેક વસ્તુઓ છે જે સિદ્ધાર્થે કરી છે. જેના કારણે દર્શકોમાં હિટ સાબિત થયા છે. જો કે આ વીડિયો સામે આવતા એક વાત તો સમજાય છે કે આ એક જ શો નથી જેમાં સિદ્ધાર્થ શુક્લા લોકો પર બરાડા પાડતા હોય છે. આ પહેલા તે અર્જૂન સાથે પણ બે બે હાથ કરી ચૂક્યા છે.

આ વીડિયોમાં અર્જૂન કપૂર, સિદ્ઘાર્થ શુક્લા એક બીજા સામે લડાઇ રહ્યા છે અને અન્ય કંટેસ્ટંટ સામે ઊભા છે. સિદ્ધાર્થ કહ્યું કે તે અહીં ઊભા રહીને થાકી ગયા છે અને તેમના પગ દુખે છે. તો તે પર અર્જૂન કહે છે કે કેમેરા મેન તમારો ક્લોઝઅપ લેવા માંગે છે ઊભો થા. આ પર ઝગડો શરૂ થાય છે. અર્જૂન આમાં સિદ્ધાર્થને કહે છે કોઇ કારણ હશે જેના કારણે ઊભા રાખવામાં આવ્યા છે. શોનું પણ એક ફોર્મેટ હોય છે. તો સિદ્ધાર્થ કહે છે કે તૂ ચિલ્લાઇ કેમ રહ્યો છે. જે પછી બંને વચ્ચે ચર્ચા અને વાદ વિવાદ વધી જાય છે.જો કે શોના કંટેસ્ટેંટ રાઘવ જુયૈલ બધાને શાંત કરવાનો પ્રયાસ કરે છે. જોકે પાછળથી ખબર પડે છે કે આ એક પ્રેંક છે અને બધા રાધવ પર હસતા નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસના ઘરમાં પણ શુક્લા પારસ, આસિમ અને રશ્મિ સાથે અનેક વાર ઝગડો કરતો નજરે પડે છે.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर