સલમાન ખાને કરી લીધા છે લગ્ન, સાબિતી છે માંગ ભરતો આ વીડિયો

News18 Gujarati
Updated: December 14, 2019, 5:24 PM IST
સલમાન ખાને કરી લીધા છે લગ્ન, સાબિતી છે માંગ ભરતો આ વીડિયો
સલમાન ખાન

સલમાન અને ગુત્થીનો રોમાન્સ આ વીડિયોમાં પ્રેમની તમામ હદ પાર કરી રહ્યો છે.

  • Share this:
બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન (Salman Khan) એક તરફ બિગ બૉસ 13ને હોસ્ટ કરે છે તો બીજી તરફ પોતાની આવનારી ફિલ્મ દબંગ 3 (Dabangg 3) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હવે તે વાત તો બધા જ જાણે છે કે સલમાન ખાન આજની તારીખે પણ બોલિવૂડના મોસ્ટ વોન્ટેડ બેચલર છે. અને આજે પણ કોઇ પણ પ્રેસવાર્તામાં કે ઇન્ટરવ્યૂ એક જ સવાલ પુછવામાં આવે છે કે સલમાન તમે ક્યારે લગ્ન કરશો. પણ હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં સલમાન ખાન માંગ ભરતા અને હનીમૂન પર જતા નજરે પડી રહ્યા છે. ત્યારે સલમાન ખાને શું ખરેખરમાં લગ્ન કરી લીધા? તો તેનો જવાબ સલમાન ખાનની શાદી બિગ બોસ 13માં આવનાર એપિસોડનો આ વીડિયો જણાવે છે.

વીકેન્ડના વારમાં સલમાન ખાન સાથે કોમેડીનો તડકો લગાવવા આવી રહ્યા છે જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવર. લાંબા સમય પછી સુનીલ ગ્રોવર ગુત્થીના અવતારમાં જોવા મળી રહ્યા છે. કર્લર્સે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગુત્થી અને સલમાન ખાનનો એક મસ્તી ભરેલો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગૃત્થી જોડે લગ્ન કરતા નજરે પડી રહ્યા છે.

સલમાન અને ગુત્થીનો રોમાન્સ આ વીડિયોમાં પ્રેમની તમામ હદ પાર કરી રહ્યો છે. એટલું જ નહીં બને સુહાગરાત પણ મનાવી રહ્યા છે અને તેમને એક બાળક પણ નજરે પડી રહ્યું છે. એટલું જ નહીં સલમાન બ્રશથી આ વીડિયોમાં ગુત્થીની માંગ ભરતા પણ નજરે પડી રહ્યા છે. અને આ બધામાં પ્રેમમાં વધારો કરવા ભારતનું રોમાન્ટિક ગીત દિલ દિયા ગલ્લાં પણ બેકગ્રાઉન્ડ ગીતની જેમ વાગી રહ્યું છે. આ સમગ્ર વીડિયોમાં સલમાન ખાન હસી હસીને લોટ પોટ થઇ રહ્યા છે.

અને ગુત્થી પણ રોમાન્ટિક મૂડમાં નજરે પડી રહી છે. આ વીડિયો જોઇને લાગે છે કે 14 ડિસેમ્બર બિગ બૉસ 13 એપિસોડ ખરેખરમાં એન્ટરટેનિંગ રહેશે. સાથે જ આ એપિસોડમાં કેટલાક મહેમાનો ઘરવાળાને પોતાનો આયનો બતાવશે. બીજી તરફ અરહાન ખાનને બધાથી લતાડ મળશે.અરહાન પર સૌથી વધુ અભિનેત્રી કામ્યા પંજાબી ભડકી હતી તેવો વીડિયો પણ બહાર આવ્યો છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर