હાલ ટીવીના સૌથી વિવાદીત રિયાલિટી શો બની ગયો બિગ બોસ 13 (Bigg Boss 13) . આ શો પર હાજર દરેક સ્પર્ધક ઘરમાં રહી નવા નવા વિવાદ ઊભા કર્યા છે. હવે આ શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીને લઇને ભોજપુરી સિનેમાથી લઇને પંજાબી ફિલ્મ સિનેમાના સેલિબ્રિટીના નામ બોલાઇ રહ્યા છે. અને તેમાં એક મોટું નામ બહાર આવી રહ્યું હોય તો તે છે પંજાબી એક્ટ્રેસ હિમાંશી ખુરાના (Himanshi Khurana).
જો કે હાલમાં જ હિમાંશી આ મામલે સ્પષ્ટતા આપી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી કહ્યું છે કે હું બિગ બૉસ 13માં વાઇલ્ક કાર્ડ એન્ટ્રીમાં ભાગ નથી લેવાની. બે અત્યાર સુધીમાં 2 વાર આ ઓફરને રિજેક્ટ કરી છે. કારણ કે આ શો મારા સંસ્કારોની વિરુદ્ઘ છે. જો કે તેની વાતોથી બિગ બોસના ઘરમાં બેડ શેરિંગ કોન્સેપ્ટને લઇને કહેવામાં આવી રહ્યું હોય તેમ મનાય છે.
હિમાંશી ખુરાના
ચોંકવનારી વાત એ છે કે તેણે અત્યાર સુધીમાં બે વાર આ શોની ઓફર ઠુકરાવી છે. અને આ વાત તેણે પોતે કન્ફર્મ કરી છે. હિમાંશી તેની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તે બિગ બોસ 13 ઘરમાં નહીં જાય. જો કે આ વાતથી તેના ફેન્સ ખુબ જ નિરાશ થયા છે. હમણાં થોડા સમય પહેલા જ હિમાંશી અને શહનાજ ગિલ સોશિયલ મીડિયામાં જવાબી પ્રહારને લઇને ચર્ચામાં હતી. આ લડાઇ ખૂબ જ જૂની છે પણ શહનાજ બિગ બોસ 13 ઘરમાં પહોંચતા આ વિવાદ પાછો આવ્યો હતો. અને તે બંનેના વીડિયોજ વાયરલ થયા હતા. જેમાં તેમણે લાઇવ વીડિયો એકબીજાને ખરી ખોટી સંભળાવી હતી.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર