Bigg Boss 13 : કોઇના મિત્રાએ સલમાન ખાન પર લગાવ્યો આવો આરોપ

News18 Gujarati
Updated: October 16, 2019, 2:06 PM IST
Bigg Boss 13 : કોઇના મિત્રાએ સલમાન ખાન પર લગાવ્યો આવો આરોપ
કોઇના મિત્રા

  • Share this:
બિગ બૉસ 13 (Big Boss 13) માં હવે ફિનાલેની રેસ શરૂ થઇ ગઇ છે. સલમાન ખાન (Salman khan) આ રેસની જાહેરાત કરી ચૂક્યા છે. અને વીકેન્ડના વારની પણ જાહેરાત થઇ ગઇ છે. આ ઘરમાંથી અત્યાર સુધીમાં 2 લોકોને બહાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક છે અભિનેત્રી કોઇના મિત્રા (Koena Mitra). જેને શરૂઆતથી અનેક લોકો પસંદ કરી રહ્યા હતા. પહેલી ટાસ્કમાં કોઇનાએ લોકોનું દિલ જીત્યું હતું. પણ જ્યારે તેને ઘરની બહાર નીકાળવામાં આવી તો લોકોને આ વાત ગળે ના ઉતરી. સોશિયલ મીડિયામાં આ મામલે સલમાન ખાન અને બિગ બૉસ પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા. ત્યાં જ હવે આ મામલે કોઇનાએ મોટો ખુલાસો કર્યો છે.

બિગ બૉસ 13માં ઘરથી બહાર નીકળ્યા પછી કોઇનાએ પહેલી પ્રતિક્રિયા આપતા સલમાન ખાન પર પક્ષપાત કર્યો છે. તેણે ઇન્ડિયા ટાઇમ્સના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સલમાને મને પોતાની વાત રાખવાની પણ તક નથી આપી. સલમાનનું વર્તન એકતરફી હતું. બીજા સપ્તાહમાં મેં જ્યારે શહનાઝની મજાક ઉડાવાની વાત કહી તો સલમાન તેનો બચાવ કર્યો કે લોકો તેને પસંદ કરી રહ્યા છે. કોઇનાએ કહ્યું કે સલમાન વ્યક્તિગત રૂપે શહનાઝનો બચાવ કરી રહ્યા છે.

સાથે જ તેણે કહ્યું કે હું જ્યારે બહાર આવી તો મેં વાસ્તવિકતા જોઇ. શહનાઝને કોઇ પણ પસંદ નહતું કરતું. ઉલ્ટું લોકો તેની આલોચના કરે છે. મેં જ્યારે સલમાનને સવાલ કર્યો કે શું દર્શકો સિદ્ધાંતોને પસંદ નથી કરતા તો તેમણે મને કહ્યું કે તેના માટે બીજું પ્લેટફોર્મ છે. એટલે કે આ કાર્યક્રમ સિદ્ધાંતોનું માન રાખવા માટે નથી બન્યો? આ શોમાં સન્માન જનક, શિક્ષિત અને બુદ્ધિમાન મહિલાઓની કોઇ જરૂર નથી. તેમણે કહ્યું કે આ મંચ બધા માટે નથી તો પછી આ પ્લેટફોર્મ ભારતમાં છે જ કેમ? તમે કંઇ વસ્તુને પ્રમોટ કરી રહ્યા છો? કોઇનાએ વધુમાં કહ્યું કે તે સલમાન ખાનના વર્તનથી બહુ જ નિરાશ છે.
First published: October 16, 2019
વધુ વાંચો
अगली ख़बर