Home /News /entertainment /

સેક્સ રેકેટમાં પકડાઇ Bigg Boss 13થી બહાર આવેલા અરહાનની કથિત ગર્લફ્રેન્ડ

સેક્સ રેકેટમાં પકડાઇ Bigg Boss 13થી બહાર આવેલા અરહાનની કથિત ગર્લફ્રેન્ડ

અરહાનની કથિત ગર્લફ્રેન્ડ અમૃતા

અમૃતાએ અરહાન પર નાણાંકીય છેતરપીંડીનો આરોપ પણ મૂક્યો છે.

    બિગ બૉસ 13 (Bigg Boss 13)માં રશ્મિ દેસાઇ (Rashmi Desai Boyfriend) બૉયફ્રેન્ડ તરીકે એન્ટ્રી લેનાર કંટેસ્ટેંટ અરહાન ખાન (Arhaan Khan) ની પર્સનલ લાઇફને લઇને હંમેશા ચર્ચાઓ સામે આવતી રહી છે. જેમાં અમૃતા ઘનોઆ (Amrita Dhanoa) નામની મહિલા પણ હતી જેણે દાવો કર્યો હતો કે તે અરહાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે. અને તેણે અરહાન તેણી પાસેથી પૈસા ઉછીના લેવાની વાત પણ કરી હતી. જે મામલે તેણે કોર્ટ કેસ પણ કર્યો હતો. જો કે અરહાને આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. હવે તેવી ખબર સામે આવી છે કે મુંબઇ પોલીસે અમૃતાને એક સેક્સ રેકેટ કેસમાં (Amrita Dhanoa Arrested In Sex Racket) પકડી છે.

    બિગ બૉસ કંટેસ્ટેંટ અરહાન ખાનની આ કથિત ગર્લફ્રેન્ડ અમૃતા ઘનોઆ ફરી એક વાર ખબરોમાં છવાઇ છે. બોલિવૂડ લાઇફમાં છપાયેલી એક ખબરમાં જણાવ્યું છે કે મુંબઇ પોલીસે શુક્રવાર રાતે અમૃતાને સેક્સ રેક્ટ મામલે પકડી છે. અમૃતા ગોરેગાંવ ઇસ્ટમાં આવેલી એક હોટલથી પકડાઇ છે. અમૃતાને પોલિસ રેડ દરમિયાન મુંબઇની ફાઇવ સ્ટાર હોટલથી પકડવામાં આવી છે. અનેક મીડિયા તેવો પણ દાવા કરી રહ્યા છે કે અમૃતા સિવાય અન્ય એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસની પણ અટક કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે અરહાન ખાન બિગ બૉસ 13માં કંટેસ્ટેંટની રૂપે પહોંચ્યા હતા. જો અમૃતાએ તેમને અરહાનને એક્સ ગર્લફ્રેન્ડ જણાવ્યા હતા. અને અરહાન પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. અમૃતાએ અનેક ચેનલોમાં ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. અને અરહાને તેમની સાથે છેતરપીંડિ કરી છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. અમૃતાએ વધુમાં એક વીડિયો દ્વારા અરહાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની વાત પણ ઉચ્ચારી હતી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss 13, TV

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन