Bigg Boss 13 પછી સની લિયોની સાથે રોમાન્સ કરતો નજરે પડશે આસિમ રિયાઝ?

News18 Gujarati
Updated: January 24, 2020, 12:17 PM IST
Bigg Boss 13 પછી સની લિયોની સાથે રોમાન્સ કરતો નજરે પડશે આસિમ રિયાઝ?
સની લિયોની અને આસિમ

  • Share this:
બિગ બૉસ (Bigg Boss 13) હાલ ભારતનો સૌથી વિવાદીત ટીવી શો બની ચૂક્યો છે. તેની ટીઆરપી પણ હાલ તેના તમામ જૂના રેકોર્ડ તોડી ચૂકી છે. અને શોમાં ભાગ લેતા કંટેસ્ટેંટની આ શો પછી જિંદગી બદલાઇ જાય છે. ત્યારે આ સીઝન જો કોઇ વ્યક્તિ માટે સૌથી વધુ ફેમ લઇને આવ્યા હોય તો તે છે આસિમ રિયાઝ (Asim Riaz) આ શો પહેલા તેમની કોઇ ખાસ ઓળખ નહતી. પણ બિગ બોસ પછી આસિમ રિયાઝના કરોડો ફેન્સ થઇ ગયા છે. અને તેમને તેનો સપોર્ટ પણ મળ્યો છે. આ વચ્ચે મોટી ખબર આવી રહી છે કે આસિમ હવે સની લિયોની સાથે એક ફિલ્મ કરશે.

અનેક મીડિયા રિપોર્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો છે કે આસિમ માટે એક મોટી ફિલ્મ ઓફર બહાર રાહ જોઇ રહી છે. જેમાં તે સની લિયોની સાથે રોમાન્સ કરતા નજરે પડશે. ફિલ્મીબીટની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ આસિમ માટે ફિલ્મની ઓફર લઇને આવ્યા છે. અને ઘરથી નીકળતા જ આસિમ આ ફિલ્મ સાઇન કરશે. જો કે આ મામલે હજી કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ. અને ન્યૂઝ 18 પણ આવી કોઇ જ વાતની પૃષ્ઠી નથી કરતું.

ઉલ્લેખનીય છે કે પહેલા બિગ બોસના દ્વારા જ સની લિયોનીને મહેશ ભટ્ટની ફિલ્મની ઓફર મળી હતી. સની લિયોનીએ મહેશ ભટ્ટની ફિલ્મ જીસ્મ 2માં નજરે આવી હતી. આ સિવાય સની લિયોની, આસિમ બિગ બોસમાં મળી પણ ચૂક્યા છે.

જ્યારે તે રાગિની એમએમએસ રિટર્નના પ્રમોશન માટે ઘરમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બૉસ 13નું ફિનાલે હવે નજીક આવી રહ્યું છે અને કંટેસ્ટેંટ્સ વચ્ચે જોરદાર લડાઇ ઝગડા થઇ રહ્યા છે. આસિમ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે અનેક વાર ફાઇટ થઇ ચૂકી છે. અને સિદ્ધાર્થ અને શહનાઝ ગિલની મિત્રતા પણ હવે તૂટવાની સ્થિતિમાં આવી ગઇ છે.
First published: January 24, 2020, 12:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading