Home /News /entertainment /

આસિમ-હિમાંશીની લવ-સ્ટોરીમાં આવ્યો Girlfriendનો ટ્વિસ્ટ, ભાઇએ આપી સ્પષ્ટતા

આસિમ-હિમાંશીની લવ-સ્ટોરીમાં આવ્યો Girlfriendનો ટ્વિસ્ટ, ભાઇએ આપી સ્પષ્ટતા

આસિમની કથિત ગર્લફ્રેન્ડ

આ વખતે આસિમ અને હિમાંશુનો રોમાન્સ સાફ નજરે પડી રહ્યો છે.

    બિગ બૉસ (Bigg Boss 13)ની દરેક સીઝનમાં કોઇને કોઇ રોમાન્ટિક જોડી તો બની જ જાય છે. આ ઘરમાં પ્રેમથી ભરેલા સંબંધો બનવા અને તૂટવા સામાન્ય વાત છે. જ્યાં ઘરમાં પારસ છાબડા, માહિરાનો રોમાન્સ ચર્ચામાં છે ત્યાં જ ઘરની બહાર તેમની ગર્લફ્રેન્ડ તેમના આ અંદાજથી ખૂબ જ દુખી છે.
    પ્રેમનું આ નવું કનેક્શન આસિમ અને હિમાંશી વચ્ચે પણ હવે જોવા મળી રહ્યું છે. જેના કારણે હિમાંશીએ પોતાના બોયફ્રેન્ડ સાથે પોતાના 9 વર્ષના સંબંધો તોડી નાખ્યા. હિમાંશી બિગ બોસના ઘરમાં પાછી આવી ગઇ છે. અને આ વખતે આસિમ અને હિમાંશુનો રોમાન્સ સાફ નજરે પડી રહ્યો છે. પણ હવે આ લવસ્ટોરીમાં પણ આવ્યો છે ટ્વિસ્ટ.

    ઘરમાં વિકાસ ગુપ્તાએ બુધવારે એક એપિસોડમાં શહનાઝ સામે ખુલાસો કર્યો હતો કે આસિમની ઘરની બહાર પણ એક ગર્લફ્રેન્ડ છે. અને તે આ વાતથી ખુબ જ દુખી છે. વિકાસના આ ખુલાસા પછી શહનાઝ પર દંગ રહી જાય છે. એટલું જ નહીં વિકાસ અને આસિમ અને પારસની તુલના પણ કરી. જો કે આ તમામ વાતો પછી આસિમના ભાઇએ વિકાસની આ વાતને ખોટી જણાવી. આસિમના ભાઇ ઉમર રિયાઝે ટ્વિટ કરીને કહ્યું કે વિકાસ ગુપ્તા, મારા ભાઇ વિષે જેવી તેવી વાત ના કરો. સારું રહેશે કે તું તમારી લવ લાઇફ પર ફોકસ કર, ના કે મારા ભાઇની. જ્યારે તું બિગ બોસના ઘરમાં હતો તો આસિમે તારી હાલત ખરાબ કરી દીધી હતી. માસ્ટરમાઇન્ડ તરીકે તું ફેલ થઇ ચૂક્યો છે. ફેલ પ્લેયર અને તેમની ગંદી બનાવેલી સ્ટોરી.





    એટલું જ નહીં આસિમની બેસ્ટ ફ્રેન્ડ શ્રુતિ તુલી, જેને તેની ગર્લફ્રેન્ડ કહેવાય છએ તેણે પણ ટ્વિટ કરીને સાફ કર્યું છે કે આસિમ કોઇને પણ ડેટ નથી કરી રહ્યો. શ્રૃતિએ ટ્વિટ કરીને કહ્યું છે કે આ ખોટું છે. આસિમ કોઇને પણ ડેટ નથી કરી રહ્યો. અને તેને બદનામ કરવાનો આ માત્ર એક પ્રયાસ છે. તમને જણાવી દઇએ કે હિમાંશી ખુરાના ઘરમાં આસિમને સપોર્ટ કરવા આવી છે. હિમાંશીને દેખતા જ આસિમે તેને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. જો કે હિંમાશીએ ઘરની બહાર જઇને આ વાતનો જવાબ આપવાની વાત કરી હતી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss 13, TV

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन