Home /News /entertainment /

Bigg Boss 13 : 13 વર્ષની ઉંમરે આરતી સિંહ સાથે બંધ રૂમ થયું હતું કંઇક તેવું કે...

Bigg Boss 13 : 13 વર્ષની ઉંમરે આરતી સિંહ સાથે બંધ રૂમ થયું હતું કંઇક તેવું કે...

બિલ બૉસ 13

આરતીએ કહ્યું કે "આજે પણ આ વાતને યાદ કરીને મારા હાથ કાંપી જાય છે."

    દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ છપાક (Chhapaak) હાલ સિનેમાઘરમાં રીલિઝ થઇ ચૂકી છે. ફિલ્મને મિક્સ રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મની રીલિઝ પછી દીપિકા પાદુકોણ, એક્ટર વિક્રાંત મૈસી અને એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ બિગ બૉસ (Bigg Boss 13)ના ઘરમાં ફિલ્મ છપાકના પ્રમોશન માટે પહોંચ્યા. ચેનલે તેના કેટલાક પ્રિકેપમાં વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યા છે. જેમાં બિગબૉસના ઘરવાળા પોતાની સાથે થયેલા કેટલાક ખરાબ અનુભવોને યાદ કરીને ભાવુક થઇ ગયા હતા.

    બિગ બૉસ 13માં આજે આવનારા એપિસોડમાં કોમેડિયન કૃષ્ણા અભિષેકની બેન આરતી સિંહ, વિશાલ અને મધુરીમા તથા રશ્મિ દેસાઇ પોતાની સાથે થયેલી દર્દનાક ઘટનાઓ વિષે નેશનલ ટીવી પર પહેલીવાર ખૂલીને બોલશે.

    વીડિયોમાં સૌથી પહેલા કોમેડિયન કૃષ્ણાની બેન આરતી સિંહ ખુલાસો કરે છે. કેવી રીતે એક દિવસ બંધ રૂમમાં તેમની સાથે ઓલમોસ્ટ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે "જ્યારે હું 13 વર્ષની હતી. ત્યારે બંધ રૂમમાં મારી સાથે લગભગ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાતને યાદ કરીને આજે પણ મારા હાથ કાંપી જાય છે."


    વિશાલ આદિત્ય સિંહ પણ પોતાની કહાની કહી તો મધુરિમા તુલીએ પણ યૌન ઉત્પીડનની ઘટના યાદ કરી. આ વખતે લક્ષ્મીએ બધા લોકોનું સહાસ વધાર્યું હતું. આ તમામ વાતો સાંભળીને બિગ બોસના ઘરના સદસ્યોનું આંખમાં આંસુ આવી ગયા હતા. રશ્મિ દેસાઇએ પણ જણાવ્યું કે કેવી રીતે તેમને ઘરમાં જ દીકરી જન્મી હોવાનો ટોંટ મારવામાં આવતો હતો.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss 13, TV

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन