બેયર ગ્રીલ્સે રજૂ કર્યો સુપરસ્ટાર રજનીકાંત સાથેનો પહેલો Video

News18 Gujarati
Updated: February 20, 2020, 1:28 PM IST
બેયર ગ્રીલ્સે રજૂ કર્યો સુપરસ્ટાર રજનીકાંત સાથેનો પહેલો Video
રજનીકાંત અને બેયર ગ્રીલ્સ

લોકો આને રજનીકાંતનું પહેલું ટીવી ડેબ્યૂ પણ ગણાવી રહ્યા છે.

  • Share this:
મેન વર્સિસ વાઇલ્ડ (Man Vs Wild)ના જાણીતા હોસ્ટ બેયર ગ્રીલ્સ (Bear Grylls) એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) એપિસોડની પહેલી ઝલક જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે રજનીકાંત ઇનટૂ ધ વાઇલ્ડ (Into The Wild) પહેલીવાર નજરે પડશે. સાથે જ રજનીકાંત તેમના 43 વર્ષના કેરિયરમાં પહેલીવાર નાના પડદે નજરે પડવાના છે. આને લોકો રજનીકાંતનું ટીવી ડેબ્યૂ પણ ગણાવી રહ્યા છે. ત્યારે આ માટેનું શૂટિંગ ગત મહિને જ થઇ ગયું હતું.

બેયર ગ્રીલ્સ (Bear Grylls) પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ અંગે જાણકારી શેયર કરી હતી. અને કહ્યું હતું કે "સુપરસ્ટાર રજનીકાંતની સાથે બ્લોકબસ્ટર ટીવીની શરૂઆતની તૈયારી થઇ ગઇ છે. મેં દુનિયાભરના અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પણ મારા માટે આ ખાસ હતું. લવ ઇન્ડિયા" સાથે જ તેમણે લખ્યું કે "સુપરસ્ટાર રજનીકાંત (Rajnikant) ને કોઇ પ્રકારની ઇજા નહતી થઇ તે ખૂબ જ બહાદૂર છે."

તમને જણાવી દઇએ કે આ શો ડિસકવરી ચેનલ પર આવશે. આ શોની શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં કરવામાં આવી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શોનો ભાગ બની ચૂક્યા છે. તે 12 ઓગસ્ટ 2019માં મેન વર્સિસ વાઇલ્ડમાં નજરે પડ્યા હતા. આ શોનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં કરવામાં આવ્યું હતું. આ શોએ ટીવીના ઇતિહાસમાં રેકોર્ડ સ્થાપિત કર્યો હતો અને તેને 3.6 બિલિયન ઇમ્પ્રેશન મળી હતી. આ સિવાય અક્ષય કુમાર પણ બહુ જલ્દી આ શોમાં નજરે પડશે. આ શૂટિંગ સુલ્તાન બટેરી હાઇવે અને કલ્કેરે રેન્જમાં થઇ શકે છે. અહીં ખાસ સુરક્ષા વચ્ચે આનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
First published: February 20, 2020
વધુ વાંચો
अगली ख़बर