Home /News /entertainment /

BB 14 : રાહુલ વૈદ્યએ દિશા પરમારને લગ્ન માટે કરી પ્રપોઝ, તે પણ આ રોમાન્ટિક રીતે

BB 14 : રાહુલ વૈદ્યએ દિશા પરમારને લગ્ન માટે કરી પ્રપોઝ, તે પણ આ રોમાન્ટિક રીતે

રાહુલ વૈદ્ય

આ વીડિયોમાં રાહુલ એટલા ઇમોશન થઇને દિશાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યા છે કે ઘરના અન્ય કંટેસ્ટેંટ્સ પણ ભાવુક થઇ ગયા છે. રાહુલ કહ્યું કે આજે મારા માટે ખૂબ જ સ્પેશ્યલ દિવસ છે.

    ટીવીના સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 14 (Bigg Boss 14) હવે રહી રહીને ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. આ શો પર હાલ પ્રેમ અને રોમાન્સનો એક અદ્ધભૂત સીન જોવા મળ્યો છે. જેને જોઇને બધા જ 'So cute' કહી રહ્યા છે. થયું એવું કે બિગ બોસના કંટેસ્ટેંટ રાહુલ વૈદ્યએ પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમાનને તેના જન્મદિવસ પર લગ્ન માટે નેશનલ ટેલિવિઝન પર બધાની સામે પ્રપોઝ કર્યું છે. જેનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    આ વીડિયોમાં રાહુલ એટલા ઇમોશન થઇને દિશાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યા છે કે ઘરના અન્ય કંટેસ્ટેંટ્સ પણ ભાવુક થઇ ગયા છે. રાહુલ કહ્યું કે આજે મારા માટે ખૂબ જ સ્પેશ્યલ દિવસ છે. મારા જીવનમાં એક તેવી યુવતી આવી જેનું નામ દિશા પરમાર છે. હું ખૂબ જ નર્વસ છું અને મને નથી સમજાતું કે મને આટલો વખત કેમ લાગ્યો તને આ વાત કહેવા માટે પણ શું તું મારાથી લગ્ન કરશે. તમે પણ જુઓ આ પ્રેમાળ વીડિયો.




    તમને જણાવી દઇએ કે રાહુલના હાથમાં એક રિંગ પણ હતી અને તેમને જે ટીશર્ટ પણ પહેરી હતી તેની પર લખ્યું હતું કે Marry Me? જ્યારે રાહુલે દિશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું તો તમામ કંટેસ્ટેંટે તેની સીટી વગાડીને આવકાર્યો.

    વધુ વાંચો : Latest Photoshoot : અલાયા ફર્નીચરવાલા તેની આ સુંદર તસવીરો માટે બની રહી છે ચર્ચાનું કેન્દ્ર

    આ પછી રાહુલ દિશાને કહે છે કે હું તમારા જવાબની રાહ જોઇશ. હવે જોવાનું તે રહે છે કે દિશા હા કહે છે કે ના. તે વાત તમને આજના એપિસોડમાં નજરે પડશે.નોંધનીય છે કે બિગ બોસ એક તેવો શો છે જ્યાં અનેક જોડી બની છે અને અનેક જોડીઓ તોડી પણ છે.

    અહીં લાસ્ટ સીઝનમાં પણ આવા જ લવ ટ્રાયગલ  જોવા મળ્યો હતો. જેણે શોની ટીઆરપીમાં સારી આવી મદદ કરી હતી. શહેનાઝ અને સિદ્ધાર્થ શુક્લાની ક્યૂટ જોડીએ લાસ્ટ સીઝનમાં સોશિયલ મીડિયામાં સારી એવી પોપ્યુલારિટી મેળવી હતી. ત્યારે રાહુલનું આ ક્યૂટ પ્રપોઝલ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss, Bigg boss 14, Disha parmar, Rahul vaidya, TV

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन