મુંબઈઃ છેલ્લા 6 વર્ષથી એક-બીજાને ડેટ કરતાં ઋત્વિક ધનજાની (Rithvik Dhanjani) અને આશા નેગી (Asha Negi)નું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેએ એક સાથે ટીવી સરિયલ ‘પવિત્ર રિશ્તા’ (Pavitra Rishta)માં કામ કર્યું હતું. બંનેની જોડીને દર્શકો ખૂબ પસંદ કરે છે. અનેક શૉમાં બંને એક સાથે જોવા મળ્યા છે, પરંતુ હવે અહેવાલ આવી રહ્યા છે કે બંનેના આ પ્રેમ સંબંધમાં તિરાડ પડી ગઈ છે અને બંનેની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. જોકે, હજુ સુધી ઋત્વિક અને આશાએ તે અંગે કોઈ નિવેદન નથી આપ્યું.
ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં ઋત્વિક ધનજાની (Rithvik Dhanjani) અને આશા નેગી (Asha Negi)ની મુલાકાત થઈ હતી. ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ મુજબ, હવે બંને અલગ-અલગ થઈ ગયા છે. બંનેને અલગ થવાની જાણકારી બંનેના પરિવાર અને મિત્રોને છે. બંનેની વચ્ચે ઘણા સમયથી અબોલા ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બંનેની વચ્ચે સંબંધો જામી નહોતા રહ્યા, જેના કારણે રિલેશનશિપમાં તિરાડ પડી ગઈ. આ કારણે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ મુજબ, બંને પરસ્પર સહમતિથી અલગ થયા છે. બંનેને અલગ પડે એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ઋત્વિક ધનજાની આશા નેગી સાથે રહેતો હતો, પરંતુ હવે ઋત્વિકે ઘર છોડી દીધું છે. બંનેએ અલગ થવાનો નિર્ણય ઋત્વિકના સ્પેન જતાં પહેલા લીધો હતો.
આ પણ વાંચો, શૂટિંગ પહેલા ‘રામાયણ’ના ‘લક્ષ્મણ’ને ભડકાવતા હતા રામાનંદ સાગર, આ છે તેની પાછળનું કારણ
નોંધનીય છે કે, 2019માં એ ચર્ચા હતી કે બંને પોતાના પ્રેમ સંબંધને ટૂંક સમયમાં નવું નામ આપવા જઈ રહ્યા છે અને લગ્ન કરવાના છે. પરંતુ બાદમાં તેઓએ આ અહેવાલને અફવા ગણાવી અને કહ્યું કે આવું કંઈ નથી.
વર્ષ 2013માં ઋત્વિક અને આશા પોતાના રિલેશનશિપને સૌની સામે લાવ્યા હતા. પછી બંને નચ બલિએ સીઝન-6માં પણ જોવા મળ્યા હતા. થોડાક સમય પહેલા ઋત્વિકે જણાવ્યું હતું કે અમે બંને લાઇફનો આનંદ ઉઠાવી રહ્યા છીએ. એક બીજા ને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી બંને વચ્ચે સારી બોન્ડિંગ છે. લગ્નમાં અમારો વિશ્વાસ છે.
આ પણ વાંચો, ‘મેક્સિકન લાડી ને દેશી વર’, Lockdownમાં રાત્રે 8 વાગ્યે સ્પેશલ કોર્ટ ખોલાવી કરાવ્યા લગ્ન
Published by:News18 Gujarati
First published:April 16, 2020, 14:11 pm