રામાયણ : ટીવી પર સીતા હરણ જોઇ 'રાવણે' ભાવુક થઇ બે હાથ જોડ્યા

અરવિંદ ત્રિવેદી

અરવિંદ ત્રિવેદી રામયણ જોતા હોય તેવો એક વીડિયો હાલ વાયરલ થયો છે.

 • Share this:
  એક સમય હતો જ્યારે રામાયણ (Ramayan) આવતા જ લોકો ઘરના કામ છોડીને ટીવીની સામે બેસી જતા. નિર્દેશક રામાનંદ સાગર (Ramanand Sagar)ની રમા કથાનું દરેક પાત્ર તે સમયે લોકોના મનમાં તેવું અંકિત થઇ ગયું હતું જાણે કે સાક્ષાત રામકથા ચરિતાર્થ થતી હોય. આ એક તેવી સીરિયલ હતા જેના દરેક પાત્ર લોકોના મન પર ખાસ પ્રભાવ છોડી ગયા હતા. તે પછી રાજા રામ હોય કે અભિમાની રાવણ. ત્યારે આજે 33 વર્ષ પછી ફરી એક વાર રામાયણ તેનો સુવર્ણકાળ માણી રહી છે. દૂરદર્શન આ સીરિયલને ફરી પ્રસારિત કરી રહી છે. અને ફરી તેને એજ જૂની લોકપ્રિયતા અને પ્રેમ મળી રહ્યો છે. વળી લોકોને રામાયણથી જોડાયેલી સ્ટોરી અને વાતો જાણવામાં પણ એટલો જ રસ છે.

  ત્યારે આ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) એક વીડિયો બહાર આવ્યા છે. જે હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 80ના દશકમાં 78 એપિસોડમાં રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર એક્ટર અરવિંદ ત્રિવેદી હવે 84 વર્ષના થઇ ગયા છે. ટીવીમાં ભલે તેમણે રાવણનું પાત્ર ભજવ્યું હોય પણ અસલ જીવનમાં તે મોટા રામ ભક્ત છે. તે ટીવી પર આવી રહેલી આ સિરીયલને જુઓ છે.  અરવિંદ ત્રિવેદી રામયણ જોતા હોય તેવો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં સીતા હરણના પ્રસંગને અરવિંદ ત્રિવેદી એટલે કે રાવણ જોઇ રહ્યા છે. તે અટ્ટહાસ્ટ સાથે સીતા હરણ કરી રહ્યા છે. અને મા સીતા બચાવ માટે રડતી આંખો બૂમા પાડી રહી છે. આ વીડિયોને જોઇને અરવિંદ ત્રિવેદી પોતાના બે હાથ જોડી દે છે. જાણે કે આ માટે તે માફી માંગી રહ્યા હોય. ઉલ્લેખનીય છે કે જે તે સમયે અરવિંદ ત્રિવેદીએ આ પાત્ર ખૂબ જ સરસ રીતે ભજવ્યું હતું. અને તેમની એક્ટિંગના લોકો આજે પણ મુરીદ છે. ત્યારે 84 વર્ષની ઉંમરે અરવિંદભાઇને ચાલવામાં અને હરવા ફરવામાં તકલીફ થઇ રહી છે. આ રોલ વિષે જણાવતા તેમણે કહ્યું હતું કે તે રાવણના નહીં પણ કેવટનું પાત્ર ભજવવા માંગતા હતા પણ તેમને આ રોલ મળી ગયો.
  Published by:Chaitali Shukla
  First published: