મનોરંજન જગત ફરી ગમગીન, ‘શ્રીગણેશ’ ફેમ એક્ટર જાગેશ મુકાતીએ દુનિયાને કહ્યું અલવિદા

News18 Gujarati
Updated: June 11, 2020, 8:17 AM IST
મનોરંજન જગત ફરી ગમગીન, ‘શ્રીગણેશ’ ફેમ એક્ટર જાગેશ મુકાતીએ દુનિયાને કહ્યું અલવિદા
હિન્દી ટીવી શૉ અને ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા જાગેશ ગુજરાતી થિયેટરમાં પણ લોકપ્રિય હતા

હિન્દી ટીવી શૉ અને ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા જાગેશ ગુજરાતી થિયેટરમાં પણ લોકપ્રિય હતા

  • Share this:
મુંબઈઃ ટીવી એક્ટર જાગેશ મુકાતી (Jagesh Mukati)એ દુનિયાને અલવિદા કહી દીધું છે. 10 જૂને તેઓએ (Jagesh Mukati passes away) અંતિમ શ્વાસ લીધા. જાગેશ ટીવી શૉ ‘અમિત કા અમિત’, ‘શ્રી ગણેશ’ની સાથે અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. અહેવાલો મુજબ, તેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી હૉસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થઈ ગયું. તેમના નિધનથી સિનેમા અને ટીવી જગતમાં ફરી એકવાર શોકની લહેર છે.

જાગેશ મુકાતી (Jagesh Mukati)એ બુધવાર બપોરે અંતિમ શ્વાસ લીધા, ત્યારબાદ તેમના પરિજનોએ બુધવારે જ તેમના અંતિમ સંસ્કાર કરી દીધા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અંબિકા રંજનકર (Ambika Ranjankar)એ ટીવી એક્ટર જાગેશ મુકાતીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ લખી. અંબિકા જાગેશ સાથે કામ કરી ચૂકી છે. અંબિકાએ લખ્યું કે, દયાળુ, સહાયક અને સેન્સ ઓફ હયૂમરના માહેર...વહેલા જતા રહ્યા...આપની આત્માને સદગતિ પ્રાપ્ત થાય, ઓમ શાંતિ. પ્રિય જાગેશ તુ હંમેશા યાદોમાં રહીશ.
આ પણ વાંચો, સંતાનોને મળવા પહોંચેલા જમાઈને સાસરી પક્ષે દોડાવી-દોડાવીને ફટકાર્યો, Video Viral

હિન્દી ટીવી શૉ અને ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા જાગેશ ગુજરાતી થિયેટરમાં પણ લોકપ્રિય હતા.

વર્ષ 2020ના વર્ષને જેને આપણે પોતાની યાદોમાં ક્યારેય રાખવા નહીં માંગીએ. વર્ષના હજુ 6 મહિના પણ પૂરા નથી થયા અને એક પછી એક ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. મનોરંજન ભગત માટે છેલ્લા કેટલાક મહિના ઘણા દુખદ સાબિત થાય છે. કારણ કે ઈરફાન ખાન, રૂષિ કપૂર, સંગીતકાર વાજિદ ખાન, પ્રીતા મહેતા, મનમીત ગ્રેવાલ, ચિરંજીવ સર્જાએ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું.

આ પણ વાંચો, પુસ્તકોના શૅલ્ફમાં છુપાઈ છે એક બિલાડી, જોઈએ કોણ શોધી શકે છે...
First published: June 11, 2020, 8:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading