Home /News /entertainment /શીઝાનના બદલે 'અલી બાબા'માં જોવા મળશે આ એક્ટર, સેટ પર પૂજા બાદ શરુ કરી શૂટિંગ!
શીઝાનના બદલે 'અલી બાબા'માં જોવા મળશે આ એક્ટર, સેટ પર પૂજા બાદ શરુ કરી શૂટિંગ!
ફોટોઃ @_tunisha.sharma_
Ali Baba Dastan E Kabul Shooting: 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. શોની લીડ એક્ટ્રેસ તુનિષા શર્માએ શોના સેટ પર આત્મહત્યા કરી હતી. એક્ટ્રેસના નિધનના આશરે 19 દિવસ સુધી શૂટિંગ રોકાઈ ગયું હતું. હવે નવા કલાકારોની એન્ટ્રીની સાથે શોની શૂટિંગ શરુ થવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ' (Ali Baba: Dastan-E-Kabul)ના સેટ પર મેકર્સ અને કલાકાર જ્યારે 19 દિવસ બાદ પહોંચ્યા, તો પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યુ, જેની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તુનિષા શર્માના દેહાંત બાદ પહેલી વાર એક્ટર્સ સેટ પર પહોંચ્યા હતાં. શો મેકર્સે લીડ એક્ટર શીઝાન ખાન વિના જ શૂટિંગ શરુ કરવાનો નિર્ણય લીછો, જેની જામીનની અરજી નકારી દેવામાં આવી છે.
શોના સેટ પરથી આવેલી પૂજા-પાઠની તસવીરોથી સ્પષ્ટ થાય છે કે, શો મેકર્સ ઘણા દિવસોથી ઠપ્પ પડેલી શૂટિંગને ફરી શરુ કરવાનું વિચારે છે. સેટને શુદ્ધ કરવાની પ્રક્રિયા બાદ કલાકારો સાથે શો પર કામ ફરીથી ચાલુ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શીઝાન ખાનની જગ્યા મેકર્સે25 વર્ષના અભિષેક નિગમને કાસ્ટ કર્યો છે.
તુનિષા શર્માની જગ્યાએ કઈ એક્ટ્રેસને કાસ્ટ કરવામાં આવી છે તેનો હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ની લીડ એક્ટ્રેસ તુનિષા શર્માએ લીડ એક્ટર શિઝાન ખાનના મેકઅપ રુમમાં આત્મહત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિઝાન સાથે બ્રેકઅપ બાદ એક્ટ્રેસ સદમામાં હતી. તુનિષાએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી અને 27 ડિસેમ્બરે પોલીસે શીઝાન ખાનને પોતાની કસ્ટડીમાં લીધો હતો.
તુનિષા શર્માના નિધન બાદ શો સાથે જોડાયેલા તમામ કલાકારોની સાથે ફેન્સને પણ ઝટકો લાગ્યો હતો. જોકે, હવે તમામ લોકો આ દર્દનાક ઘટનામાંથી બહાર આવવાની કોશિશ કરે છે. શો સાથે જોડાયેલા કલાકાર અને ક્રૂ મેમ્બર્સ પણ કામ પર પરત ફરી રહ્યા છે. ભારે હૈયે તમામ કલાકારોએ ફરી શોનું શૂટિંગ શરુ કર્યુ છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર