Tunisha Sharma Suicide: તુનિષા શર્માના મૃત્યુ કેસમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અભિનેત્રીના શરીર પર કોઈ નિશાન નથી. તપાસમાં સ્પષ્ટ થયું છે કે, અભિનેત્રીએ ટીવી શોના સેટ પર ક્રેપ બેન્ડેજ સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
મુંબઈ: તુનિષા શર્માએ ગઈકાલે 24 ડિસેમ્બરે તેના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. ફાંસો બનાવવા માટે તેણે જ વસ્તુ વાપરી હતી તે તેના હાથમાં જ બાંધેલી હતી. હાથ મચકોડાઈ જવાને કારણે અભિનેત્રીએ ક્રેપ બ્રાન્ડેજ પહેર્યું હતું. પોલીસ તમામ એંગલથી આપઘાતની તપાસ કરી રહી છે.
બ્રેકઅપના કારણે આત્મહત્યા કરીઃ મૃતકની માતા
એસીપી ચંદ્રકાંત જાધવે તુનિષા શર્મા મૃત્યુ કેસમાં કહ્યુ હતુ કે, 'પોલીસ તમામ એંગલથી તપાસ કરશે. મોત ફાંસીથી થયું છે.’ અભિનેત્રીની માતાનું કહેવું છે કે, ‘બ્રેકઅપના કારણે તેણે આત્મહત્યા કરી છે. હજુ સુધી ગર્ભધારણનો કોઈ પુરાવો નથી. શરીર પર કોઈ નિશાન નથી.’
તુનિષાના નજીકના લોકો અને મિત્રો ખૂબ જ દુઃખી છે. અભિનેત્રીએ મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી હતી. તુનિષાના પરિવારજનોના નિવેદનના આધારે પોલીસે અભિનેતા શીજાન ખાનને કસ્ટડીમાં લીધો છે. શીજાનની પોલીસ પૂછપરછમાં ઘણી બાબતો બહાર આવી શકે છે.
15 દિવસ પહેલાં બ્રેકઅપ થયું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તનિષા અને શીજાન રિલેશનશિપમાં હતા અને 15 દિવસ પહેલાં તેમનું બ્રેકઅપ થયું હતું. એવું માનવામાં આવે છે કે, બ્રેકઅપને કારણે તુનિષા શર્મા તણાવમાં હતી અને તેના કારણે જ તેની આત્મહત્યા થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર