પોતાના ઘરેણાં વેચીને પેટ ભરી રહી છે સીરિયલની આ ઍક્ટ્રેસ, આ રીતે થઈ બરબાદ

News18 Gujarati
Updated: October 10, 2019, 4:51 PM IST
પોતાના ઘરેણાં વેચીને પેટ ભરી રહી છે સીરિયલની આ ઍક્ટ્રેસ, આ રીતે થઈ બરબાદ
અગલે જનમ મોહે બિટિયા હી કીજો (Agle Janam Mohe Bitiya Hi Kijo) ની ઍક્ટ્રેસ નુપુર અલંકાર

હવે હાલત એવી થઈ ગઈ છે કે ઘર ચલાવવા માટે ઘરેણાં વેચવાનો જ વિકલ્પ છે. "કારણ કે પહેલા જ હું મારા મિત્રો પાસે ઉધાર લઈ ચૂકી છું" મે મારા મિત્ર પાસેથી 3000 રૂ. ઉધાર લીધા. પછી બીજા કોઈ પાસેથી 500 રૂ. ઉધાર લીધા. હવે હું 50000 રૂ. ના દેવામાં ડૂબી ગઈ છું. હવે મારી સામે વધારે વિકલ્પ નથી રહ્યા.

  • Share this:
બેંકના ગોટાળાથી આખા દેશને ઝાટકો લાગ્યો છે. પરંતુ પંજાબ અને મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ (PMC) બેંક પર ઘણાં પ્રકારના પ્રતિબંધ લગાવવાના કારણે પોતાના ઘરેણાં વેચીને પેટ ભરી રહી છે સીરિયલની આ ઍક્ટ્રેસ, આ રીતે થઈ બરબાદ..

'અગલે જનમ મોહે બિટિયા હી કીજો' (Agle Janam Mohe Bitiya Hi Kijo)" ની ઍક્ટ્રેસ નુપુર અલંકાર (Nupur Alankar) ની હાલત ખૂબ જ ગંભીર છે. હાલત એવી થઈ ગઈ છે કે તેને પોતાના ઘરના ખર્ચ માટે પોતાના ઘરેણાં વેચવા પડી રહ્યા છે.

મળતી જાણકારી અનુસાર નુપુર અલંકારની વધુ સેવિંગ્સ PMC બેંક માં રાખી હતી. પરંતુ 23 23 સપ્ટેમ્બરે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ આ બેંક પર ફ્રૉડની બાબતને લઈને ઘણાં પ્રતિબંધ લગાવી દેવાયા છે. હવે આ આગામી 6 મહિનામાં પૈસા જમા નહીં થઈ શકે. સાથે જ કોઈ પણ અકાઉન્ટમાંથી 1000 રૂ.થી વધારે નહીં કાઢી શકો. પરંતુ આ રકમને વધારીને 10000 અને પછી 25000 કરવામાં આવશે.

અભિનેત્રીએ 500 રૂપિયા પણ ઉધાર લેવા પડ્યા
ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં અપાયેલા પોતાના એક ઈન્ટરવ્યૂમાં નુપપરે જણાવ્યું કે તેનું અને તેના પરિવારના અન્ય એક સભ્યનું એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ ગયું છે. હવે હાલત એવી થઈ ગઈ છે કે ઘર ચલાવવા માટે ઘરેણાં વેચવાનો જ વિકલ્પ છે. "કારણ કે પહેલા જ હું મારા મિત્રો પાસે ઉધાર લઈ ચૂકી છું" મે મારા મિત્ર પાસેથી 3000 રૂ. ઉધાર લીધા. પછી બીજા કોઈ પાસેથી 500 રૂ. ઉધાર લીધા. હવે હું 50000 રૂ. ના દેવામાં ડૂબી ગઈ છું. હવે મારી સામે વધારે વિકલ્પ નથી રહ્યા.

તેણે કહ્યું ખબર નહીં આ સમસ્યા હવે ક્યારે પૂરી થશે. ખબર નહીં બેંકમાં આ જે ચાલી રહ્યું છે તે ક્યારે ઠીક તસે. પરંતુ હું ઘણી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહી છું.મારી પાસે પહેલા અન્ય બેંક અકાઉન્ટ પણ હતા, પણ કેટલાક વર્ષો પહેલા મે પેસા ટ્રેન્સફર કરાવીને બાકીના બંધ કરાવી દીધા. ત્યાં સુધી કે મારી મા, બહેન, પતિ, નણંદ અને સસરાનું અકાઉન્ટ પણ આ જ બેંકમાં છે.

નુપુરે સવાલ ઉઠાવ્યા કે મારી મહેનતની કમાણી કાઢવામાં આટલી તકલીફ કેમ? કોઈ ફ્રૉડની સજા એવા લોકોને શા માટે આપવામાં આવી રહી છે, જેણે કંઈ જ નથી કર્યું.

રિયાલિટી શૉ 'બિગ બૉસ 13' ને બૅન કરવાની માંગ, BJP ધારાસભ્યએ લખ્યો પત્ર
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading