શહેનાઝ પછી જલ્દી જ માહિરા શર્મા સાથે રોમાન્સ કરતા નજરે પડશે સિદ્ધાર્થ

News18 Gujarati
Updated: March 25, 2020, 11:17 AM IST
શહેનાઝ પછી જલ્દી જ માહિરા શર્મા સાથે રોમાન્સ કરતા નજરે પડશે સિદ્ધાર્થ
ઉલ્લેખનીય છે કે શહેનાજને આ શોથી લોકપ્રિયતા મળી છે. આ પહેલા તે ખાલી પંજાબ ઇન્ડસ્ટ્રીનું જ જાણીતી નામ હતું. બિગ બોસ તેને એટલી લોકપ્રિયતા અપાવી કે તેને હવે ભારતભરમાં લોકો જાણે છે. લોકો તેની નાદાની અને ક્યૂટનેસના ફેન બની ગયા છે. સાથે જ લોકોએ સિદ્ધાર્થ સાથે તેની મિત્રતાને પણ ખૂબ જ પસંદ કરી છે.

આ કેપ્શનના આધારે સોશિયલ મીડિયામાં તે ખબર તેજ થઇ છે આ બંને કંઇક સાથે કામ કરવાના છે.

  • Share this:
બિગ બોસ 13 (Bigg Boss 13)માં જે માહિરાથી સિદ્ધાર્થ શુક્લા ચીડાતો હતો તેની સાથે જ હવે તે ઓનસ્ક્રીન પ્રેમ કરતો નજરે પડે તો નવાઇ નહીં. એક દિવસ પહેલા જ ગુજરાતી ગાયક દર્શન રાવલનો મ્યૂઝિક વીડિયો લોન્ચ થયો હતો. જેમાં સિદ્ઘાર્થ શુક્લા અને શહેનાજ ગિલ રોમાન્સ કરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે બિગ બોસમાં શહેનાજ અને સિદ્ધાર્થની જોડી લોકોને ખૂબ જ ગમી હતી. અને આજ કારણે લોકો આ મ્યૂઝિક વીડિયોને પણ જોવા આતુર હતા.

જો કે સિદ્ધાર્થ અને શહેનાજની હિટ જોડી પછી પારસ અને માહિરાની જોડીને પણ બિગ બોસમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. પણ હવે તેવા ક્લૂ મળ્યા છે કે સિદ્ધાર્થ અને માહિરા શર્મા જલ્દી જ ઓનસ્ક્રીન સાથે દેખાશે. અને આ વાતનો ક્લૂ તેમના સોશિયલ મીડિયા પરથી મળ્યો છે. માહિરા શર્મા અને સિદ્ધાર્થ શુક્લાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કર્યો છે. જેમાં બંને એક જેવું જ કેપ્શન મૂક્યું છે.


આ કેપ્શનના આધારે સોશિયલ મીડિયામાં તે ખબર તેજ થઇ છે આ બંને કંઇક સાથે કામ કરવાના છે. પોતાની અદા અને લૂક્સના કારણે પારસ સાથે ચર્ચામાં આવેલી માહિરા શર્માએ એક તસવીર શેર કરતા કહ્યું છે કે મારી આંખોમાં દેખો. તો બીજી તરફ સિદ્ધાર્થ શુક્લાએ પણ તસવીર શેર કરતા કહ્યું છે કે મારી આંખોમાં દેખો શું દેખાય છે? બંનેની તસવીરોના કેપ્શન એકબીજાને મળતા દેખાય છે.

સિદ્ઘાર્થ શુક્લા-માહિરા શર્માની આ તસવીર પછી તેમના ફેન્સ તેમને એક સાથે આવવાનો ક્યાસ લગાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ માહિરા અને પારસનો એક મ્યૂઝિકલ વીડિયો રીલિઝ થયો હતો જેનું નામ હતું બારિશ. તો બીજી તરફ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલનો પણ મ્યૂઝિક વીડિયો ભૂલા દૂંગા મંગળવારે રીલિઝ થયો હતો.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading