'રામાયણ' પછી હવે 'શ્રીકૃષ્ણા'ને મળ્યો લોકોનો પ્રેમ, TRP લિસ્ટમાં મારી જોરદાર એન્ટ્રી

News18 Gujarati
Updated: May 15, 2020, 3:29 PM IST
'રામાયણ' પછી હવે 'શ્રીકૃષ્ણા'ને મળ્યો લોકોનો પ્રેમ, TRP લિસ્ટમાં મારી જોરદાર એન્ટ્રી
પ્રતિકાત્મક તસવીર

18માં સપ્તાહના ટીઆરપી માં ઉત્તર રામાયણ પહેલા નંબરે છે.

  • Share this:
દૂરદર્શન (Doordarshan) આ લોકડાઉનના સમયે લોકોને તેની તરફ આકર્ષવામાં સફળ સાબિત થઇ રહ્યું છે. અને આ વાત તેના ટીઆરપી રેકોર્ડથી સાબિત થાય છે. દૂરદર્શન પર પ્રસારિત થતા ધાર્મિક કાર્યક્રમોને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. બાર્કની 18માં સપ્તાહની ટીઆરપી રેટિંગ આવી છે. જેમાં રામાયણ (Ramayan) અને મહાભારત (Mahabharat) પછી હવે સીરિયલ શ્રી કૃષ્ણા (Shri Krishna) જોરદાર એન્ટ્રી મારી છે. સર્વદમન બેનર્જીએ આ શોમાં શ્રીકૃષ્ણ અને ભગવાન વિષ્ણુની ભૂમિકા ભજવી છે. યુવા શ્રીકૃષ્ણનો રોલ સ્વપ્નિલ જોશીએ ભજવ્યો હતો. શ્રી કૃષ્ણા સીરિયલને જે તે સમયે પણ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી.

બાર્કના 18માં સપ્તાહના ટીઆરપી માં ઉત્તર રામાયણ પહેલા નંબરે છે. જ્યારે બીજા નંબરે શ્રીકૃષ્ણા છે. શ્રી કૃષ્ણા સીરિયલને પણ રામાનંદવ સાગરે જ બનાવી હતી. અને 1993 અને 1996ની વચ્ચે તેને દૂરદર્શન પર ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. વધુમાં મહાભારતનો છેલ્લો એપિસોડ હાલમાં જ રજૂ કરવામાં આવ્યો. ડીડી ભારતી પર આવતા આ શોની જગ્યા હવે વિષ્ણુ પુરાણે લીધી છે.

શ્રીકૃષ્ણના ટોપ 5 શોમાં આવતા જ બીજા સીરીયલ્સની ટીઆરપી પડી છે. ગત સપ્તાહે ત્રીજા નંબર પર આવનાર બાબા એસો વર ઢૂંઢો હવે ચોથા નંબર પર ખસકી ગયો છે. ત્યાં જ આ સપ્તાહ લોકોનો ફેવરેટ શો મહિમા શનિદેવની ચોથા નંબરથી પાંચમા નંબરે પહોંચ્યો છે. આ શોમાં દયા શંકર પાંડેએ શનિદેવનો રોલ પ્લે કર્યો હતો.
First published: May 15, 2020, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading