Home /News /entertainment /Tunisha Sharma Death: તુનિષાનું મૃત્યુ ખરેખર આત્મહત્યા છે કે હત્યા? પોલીસે અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરી

Tunisha Sharma Death: તુનિષાનું મૃત્યુ ખરેખર આત્મહત્યા છે કે હત્યા? પોલીસે અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરી

તુનિષા શર્મા (Photo-Instagram/_tunisha.sharma_)

Tunisha Sharma Death:ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ શનિવારે ટીવી સિરીયનના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાનું મૃત્યુ ખરેખર આત્મહત્યા છે કે હત્યા? આ રહસ્યને ઉકેલવા માટે મુંબઈ પોલીસ સીરિયલના સેટ પર પહોંચી ગઈ છે.

મુંબઈ: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ શનિવારે ટીવી સિરીયનના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનિષા સબ ટીવીના આગામી શો અલી બાબા દાસ્તાન એ કાબુલમાં પણ શહેઝાદી મરિયમ ની મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. એટલું જ નહીં, તુનિષાએ કેટરીના કૈફ, સલમાન ખાન અને વિદ્યા બાલન જેવા ફિલ્મ સ્ટાર્સ સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું હતું.

તુનિષાનું મૃત્યુ ખરેખર આત્મહત્યા છે કે હત્યા? આ રહસ્યને ઉકેલવા માટે મુંબઈ પોલીસ સીરિયલના સેટ પર પહોંચી ગઈ છે. પોલીસે એક અધિકારીને માહિતી આપી હતી કે તુનીષા વોશરૂમમાં ગઈ હતી પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી પરત ન આવી ત્યારે દરવાજો તોડવામાં આવ્યો હતો જ્યાં તેનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Tunisha Sharma Dies: એક્ટ્રેસ તુનિષા શર્માએ મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી

આત્મહત્યા કે હત્યા? પોલીસ દરેક બાજુથી તપાસ કરશે


હવે આ સમયે પોલીસ આ મામલાની આત્મહત્યા અને હત્યા બંને એંગલથી તપાસ કરી રહી છે. સેટ પર હાજર લોકોનો દાવો છે કે, તુનિષાએ આત્મહત્યા કરી છે. પરંતુ એવી પણ માહિતી મળી છે કે, તુનિષાની લાશ લટકતી સ્થિતિમાં હતી પરંતુ પોલીસની ગેરહાજરીમાં જ તેને નીચે લાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં પોલીસ આ મુદ્દે પણ તપાસ કરશે.

થોડા સમય પહેલા જ ઈન્સ્ટામાં પોસ્ટ કરી હતી


21 વર્ષની તુનીશાએ મૃત્યુના થોડા કલાકો પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પણ શેર કરી હતી. આમાં તે અલી બાબાના સેટ પર આગામી સીન માટે મેકઅપ કરાવતી જોવા મળી હતી. આટલું જ નહીં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પણ પોસ્ટ કરી છે. પરંતુ તે બાદ પછી શું થયું કે આટલી જીવંત દેખાતી તુનિષાએ થોડી જ વારમાં પોતાનું જીવન ટુંકાવી દીધું? પોલીસ હવે દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. સેટ પર હાજર તમામ લોકો અને તુનીશાના પરિવાર અને નજીકના મિત્રોના નિવેદન લેવામાં આવશે.
First published:

Tags: Entertainemt News, Suicide case, Tunisha Sharma, Tv actress, Tv actresses