Home /News /entertainment /શીજાનની આ હરકતથી ભાંગી પડી હતી તુનીષા, એક્ટ્રેસની આત્મહત્યાના કેસમાં થયો મોટો ખુલાસો
શીજાનની આ હરકતથી ભાંગી પડી હતી તુનીષા, એક્ટ્રેસની આત્મહત્યાના કેસમાં થયો મોટો ખુલાસો
Photo : @_tunisha.sharma_
Instagram
Tunisha Sharma Death: ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માના સુસાઇડ કેસમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. તુનીષાના પરિવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને શીજાન પર ચિટિંગનો આરોપ લગાવ્યો છે.
Tunisha Sharma Death Case Update: ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ ટીવી શો 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ' (Ali Baba: Dastaan-E-Kabul) ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેના પરિવારે એક નિવેદનમાં તુનીશાના બોયફ્રેન્ડ શીજાન મોહમ્મદ ખાન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પરિવારનું કહેવું છે કે શીજાન તેને ચીટ કરી રહ્યો હતો.
તુનીષા-શીજાનની નિકટતા વિશે પરિવારે વાત કરી
તુનીષાના પરિવારજનોનું કહેવું છે કે તુનિષા પ્રેગનેન્ટ નહોતી. જ્યારે તે લદ્દાખ ટ્રિપ ગયા ત્યારે તેની અને શીજાન વચ્ચે નિકટતા વધી. બંને એકબીજાની ખૂબ જ નજીક હતા અને આ કારણે કલાકો સુધી વાતો કરતા હતા. દર બીજા દિવસે તુનીષા તેની સાથે શીજાનના ઘરે જતી. શીજાનના પરિવારના સભ્યો પણ તુનીષાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેના માટે કંઈક ને કંઈક બનાવતા હતા.
તુનીષાના પરિવારજનોએ એવો પણ ખુલાસો કર્યો છે કે શીજાન તુનીષાને દગો આપી રહ્યો હતો. પરિવારનું કહેવું છે કે 15 દિવસ પહેલા તુનીષાને ખબર પડી કે શીજાનના જીવનમાં કોઈ બીજું પણ છે, જેના પછી એક્ટ્રેસ તૂટી ગઈ. 16 ડિસેમ્બર 2022 ના રોજ, જ્યારે તુનીષા સેટ પર શૂટિંગ કરી રહી હતી, ત્યારે તેને એંગ્ઝાઇટી એટેક આવ્યો. સેટ પર હાજર લોકો તેને બોરીવલીની એક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પછી પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા.
પરિવારે વધુમાં જણાવ્યું કે તુનીષા વારંવાર હોસ્પિટલમાં શીજાન તેની સાથે દગો કરવાની વાત કરતી હતી. પરિવારે કહ્યું, "તુનીષા વારંવાર કહી રહી હતી કે 'તેણે મારી સાથે દગો કર્યો, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે, તેણે મને અન્યાય કર્યો'." ત્યારપછી તુનીષાની માતાએ શીજાનને સમજાવ્યું હતું કે તે આવું ના કરે. જો તેઓ સાથે રહેવા માંગતા ન હતા તો તેઓ આટલા નજીક કેમ આવ્યા?
આજે નહીં થાય અંતિમ સંસ્કાર
તુનીષાના અંતિમ સંસ્કારની માહિતી પણ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસની માસી ઇંગ્લેન્ડ રહે છે. તેમને ભારત આવવામાં સમય લાગશે. તેથી તુનીષાના અંતિમ સંસ્કાર આજે નહીં કરવામાં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર