શિવાંગી જોષી એશીયાની 5મી સૌથી સેક્સી મહિલા બની, બોયફ્રેન્ડે આપી શુભકામના

News18 Gujarati
Updated: December 12, 2018, 7:28 AM IST
શિવાંગી જોષી એશીયાની 5મી સૌથી સેક્સી મહિલા બની, બોયફ્રેન્ડે આપી શુભકામના
શિવાંગી જોષી (ફાઈલ ફોટો)

આ લીસ્ટમાં ટીવીની કેટલીક અન્ય એક્ટ્રેસ પણ સામેલ છે, જેમાં દ્રષ્ટી ધામી (12), જેનિફર વિંગેટ (13), એરિકા ફર્નાન્ડિઝ (15) નંબર પર છે.

  • Share this:
SEXIEST Asian Womanના નવા લીસ્ટમાં યે રિશ્તા ક્યા કહેલાતા હેની એક્ટ્રેસ શિવાંગી જોષીને પાંચમો રેન્ક મળ્યો છે. ગત વર્ષે આ લિસ્ટમાં શિવાંગી 17મા સ્થાન પર હતી. નાયરાનો અભિનય કરનાર શિવાંગીએ ઘર-ઘરમાં પોતાની આગવી ઓળક બનાવી છે અને કેટલાએ એવોર્ડ જીત્યા છે. આ પહેલા તે સિરીયલ બેગુસરાયમાં પૂનમ કુમારીના અભિનયમાં જોવા મળી ચુકી છે.

આ લીસ્ટમાં પહેલા સ્થાન પર બોલિવુડની ડિંપલ દીપિકા પાદુકોણ છે. ત્રીજા નંબર પર ટીવીની સુપરહોટ એક્ટ્રેસ નિયા શર્મા છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મોહસિને શિવાંગીને આ લીસ્ટમાં આવવા પર શુભકામના પાઠવી છે, જેના જવાબમાં તેણે સ્માઈલનો ઈમોજી મોકલ્યો છે. ઓન સ્ક્રીન જ્યાં કાર્તિક અને નાયરાની જોડી ફેન્સનું દિલ જીતી રહી છે, તો બીજી તરફ બંને પોતાના સોશિયલ મીડિયા દ્વારા પણ ફેન્સને કપલ ગોલ્સ આપતા રહે છે.

આ લીસ્ટમાં બીજા નંબર પર પ્રિયંકા ચોપડા છે, ત્રીજા નંબર પર હિના ખાન છે અને ચોથા નંબર પર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન છે. 18માં નંબર પર આશી સિંહની લીસ્ટમાં નવી એન્ટ્રી થઈ છે, અને 20 વર્ષની શિવાંગી જોષી લિસ્ટમાં સૌથી યુવા એક્ટ્રેસ છે. કરિયર ફ્રંટની વાત કરીએ તો, શિવાંગી યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જોવા મળી રહી છે.

આ લીસ્ટમાં ટીવીની કેટલીક અન્ય એક્ટ્રેસ પણ સામેલ છે, જેમાં દ્રષ્ટી ધામી (12), જેનિફર વિંગેટ (13), એરિકા ફર્નાન્ડિઝ (15) નંબર પર છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી શિવાંગીના ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.
First published: December 11, 2018, 8:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading