Home /News /entertainment /

ફેમસ ટીવી એક્ટ્રેસે બ્રેસ્ટ ફીડિંગ કરાવતો ફોટો શેર કરતા યૂઝર્સ ભડક્યા, બની ટ્રોલિંગનો શિકાર

ફેમસ ટીવી એક્ટ્રેસે બ્રેસ્ટ ફીડિંગ કરાવતો ફોટો શેર કરતા યૂઝર્સ ભડક્યા, બની ટ્રોલિંગનો શિકાર

કુમકુમ ભાગ્ય એક્ટ્રેસે બ્રેસ્ટફીડિંગ કરાવતો ફોટો શેર કર્યો.

ટીવી જગતમાં એવી હસિનાઓ છે જે પોતાની બોલ્ડ અદાઓથી બોલિવૂડ એક્ટ્રેસિસને પણ માત આપે છે અને તેમાંની એક છે ‘કુમકુમ ભાગ્ય’ (Kumkum Bhagya) ફેમ શિખા સિંહ (Shikha Singh). એક્ટ્રેસ કેટલી બોલ્ડ છે એ વાતનો પુરાવો તેને સોશિયલ મીડિયા પર આપ્યો છે.

વધુ જુઓ ...
    ટીવી જગતમાં એવી હસિનાઓ છે જે પોતાની બોલ્ડ અદાઓથી બોલિવૂડ એક્ટ્રેસિસને પણ માત આપે છે અને તેમાંની એક છે ‘કુમકુમ ભાગ્ય’ (Kumkum Bhagya) ફેમ શિખા સિંહ (Shikha Singh). એક્ટ્રેસ કેટલી બોલ્ડ છે એ વાતનો પુરાવો તેને સોશિયલ મીડિયા પર આપ્યો છે. જો કે હવે તે એક બાળકની માતા બની ગઈ છે પરંતુ માતા બન્યા પછી પણ તેની હોટનેસ ઓછી નથી થઈ રહી, શિખા સિંહ માતા બન્યા પછી તે વધારે બોલ્ડ અંદાજમાં પોતાના ફેન્સનું મનોરંજન કરે છે. એક્ટ્રેસ ઘણી વખત બ્રેસ્ટફીડિંગની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂકી છે.






    એક બાળકીની માતા છે શિખા

    શિખા (Shikha Singh)એ 1 મે વર્ષ 2016ના રોજ પોતાના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે લગ્ન કર્યા હતા. કરણ વ્યવસાયે પાયલોટ છે અને આ કપલના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી શિખાએ એક દીકરીને જન્મ આપ્યો. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની દીકરીના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. એટલે સુધી કે તે ઘણી વખત શિખાને બ્રેસ્ટફીડિંગ કરાવતા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેના કારણે તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવે છે.

    ઘણા લોકોએ ટ્રોલ કરી

    બ્રેસ્ડફીડિંગ ફોટો પર ઘણા યુઝર્સ શિખા (Shikha Singh)ને ટ્રોલ કરી રહ્યા છે. આ રીતે સોશિયલ મીડિયા પર બ્રેસ્ટફીડિંગ કરાવતી તસવીર શેર કરવાનું ઘણા યુઝર્સને પસંદ નથી આવ્યું પરંતુ ઘણા સેલેબ્સે આવુ કરવા માટે તેના વખાણ પણ કર્યા હતા. સેલિબ્રિટીઝના બાળકોને પબ્લિકમાં બ્રેસ્ટફીડિંગ કરાવવાને લોકોનું સમર્થન મળ્યું હતું. ટીવી શો કુમકુમ ભાગ્ય (Kumkum Bhagya)માં શિખાની ભૂમિકા ઘણી લોકપ્રિય થઈ હતી. શિખા સિંહ કોમેડી ક્ષેત્રે પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે. તેણે વર્ષ 2008માં ‘જુબલી કોમેડી સર્કસ’માં લોકોને હસાવ્યા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन