Home /News /entertainment /Anupamaa: એક સમયે Waiter હતી 'અનુપમા'ની રુપાલી ગાંગુલી, યાદ કર્યા સંઘર્ષનાં દિવસો

Anupamaa: એક સમયે Waiter હતી 'અનુપમા'ની રુપાલી ગાંગુલી, યાદ કર્યા સંઘર્ષનાં દિવસો

અનુપમાએ યાદ કર્યા જૂના દિવસો

Rupali Ganguly on Old Days: થોડા સમય પહેલાં જ 'Humans of Bombay સાથેની વાતચીતમાં રૂપાલી ગાંગુલીએ પોતાના સંઘર્ષના દિવસો વગોળ્યા હતા.કઈ રીતે તેના પિતા અને પતિનો સહયોગ મળ્યો તે અંગે તેણે વાત કરી હતી.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રૂપાલી ગાંગુલી( Rupali Ganguli) ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રચલિત અભિનેત્રીઓ (Popular actress of TV)માં સ્થાન ધરાવે છે. તેની ખૂબ જબદસ્ત ફેન ફોલોઇંગ છે. 'અનુપમા(Anupamaa)' સીરિયલ પહેલાં પણ તે સારાભાઈ વર્સીસ સારાભાઈ (Sarabhai vs Sarabhai) જેવી કેટલીક સીરિયલમાં દેખાઈ ચૂકી છે. પરંતુ સફળ એક્ટિંગ કરિઅર પહેલા તેણે ખૂબ સંઘર્ષ કર્યો હતો.

તાજેતરમાં જ 'Humans of Bombay સાથેની વાતચીતમાં રૂપાલી ગાંગુલીએ પોતાના સંઘર્ષના દિવસો વગોળ્યા હતા.કઈ રીતે તેના પિતા અને પતિનો સહયોગ મળ્યો તે અંગે તેણે પ્રકાશ પાડ્યો હતો. તેના પિતાએ ટીનએજ દરમિયાન કરીઅરમાં કરેલા સંઘર્ષની વાત પણ કરી હતી. રૂપાલીએ જણાવ્યું હતું કે, મારા પિતા નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર અને મારા માટે સૌથી મોટા હીરો હતા. જ્યારે તેમની ફિલ્મો આવી ત્યારે બધા રાજેશ ખન્ના જેવા હીરોને પસંદ કરતા હતા પણ હું કહેતી કે મારા પપ્પા મારા રિયલ હીરો છે.

બૂટિકથી લઈને કેટરિંગમાં કર્યું કામ

તેણે કહ્યું હતું કે, સ્કૂલ પછી હું સેટ પર જઈ પિતાના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મોની દરેક ફ્રેમને જોતી હતી, એ કરતા કરતા હું એક્ટ્રેસ કેવી રીતે બની ગઈ એ ખબર જ ના પડી. એકવાર એક એક્ટ્રેસે મારા પિતાની ફિલ્મ છોડી દીધી અને તેમણે મને ફિલ્મમાં લીધી હતી. બસ ત્યારે 12 વર્ષની ઉંમરમાં મને એક્ટિંગનો કીડો લાગી ગયો હતો. પરંતુ થોડાંક જ સમયમાં મારા પિતાની બે ફિલ્મો એકસાથે ફ્લોપ થઈ ગઈ અને પછી બધું જ બદલાઈ ગયું. મેં બૂટિક અને કેટરિંગમાં પણ કામ કર્યું છે. એક પાર્ટીમાં હું વેટર હતી અને ત્યાં મારા પિતા મુખ્ય મેહમાન હતા.



પતિએ આપ્યો ટીવીમાં કામ કરવાનો વિચાર

રૂપાલી ગાંગુલી આગળ જણાવે છે કે તેણે જાહેરાતોમાં પણ કામ કર્યું છે અને તે દરમિયાન જ તેની મુલાકાત તેના પતિ અશ્વિન સાથે થઈ હતી. રૂપાલી ગાંગુલી કહે છે કે, મારા પતિ અશ્વિને મને ટીવીમાં કામ કરવા માટે સૂચવ્યું હતું અને મેં વિચાર્યું કેમ નહિ? મારા પિતાએ સારી એક્ટિંગ કરવામાં મારી મદદ કરી હતી. ચાર વર્ષ પછી મને સારાભાઈ વર્સીસ સારાભાઈ મળી અને તે સમયે અમને કોઈને ખ્યાલ ન હતો કે તે એટલી મોટી હિટ નીવડશે. અમે બસ મસ્તી કરતા હતા. અત્યારે પણ સતીષ અંકલ ફોન પર મારા હાલચાલ પૂછે છે અને રત્ના બેન તેમની દરેક ટ્રીપ પછી મારા દીકરા માટે ગિફ્ટ લાવે છે. અમે શો દરમિયાન એક પરિવાર જ બની ગયા હતા.



'અનુપમા'થી કર્યું જબરદસ્ત કમબેક

રૂપાલી ગાંગુલીએ લાંબા સમયના બ્રેક પછી અનુપમા સીરિયલથી ટીવીમાં કમબેક કર્યું છે અને આ શો શરૂઆતથી જ દર્શકોની પહેલી પસંદ છે. આ શૉ ટીઆરપી ગેમમાં પણ ટોપ પર જ રહે છે. લોકો રૂપાલી ગાંગુલીને તેની એક્ટિંગની બીજી ઇનિંગ્માં પણ ભરપૂર પ્રેમ આપી રહ્યાં છે.
First published:

Tags: Anupamaa, Entertainment, Rupali Ganguly, TV

विज्ञापन