ટીવી સીરિયલમાં કામ કરનારી એક્ટ્રેસે દીકરીને મારી કરી લીધી આત્મહત્યા

પતિએ જિમથી પરત આવ્યો તો જોયું કે પત્ની પંખે લટકતી હતી અને દીકરી પલંગમાં નિસ્તેજ હતી

News18 Gujarati
Updated: August 10, 2019, 12:25 PM IST
ટીવી સીરિયલમાં કામ કરનારી એક્ટ્રેસે દીકરીને મારી કરી લીધી આત્મહત્યા
પ્રદન્યા પારકર દીકરી શ્રુતિ સાથે (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: August 10, 2019, 12:25 PM IST
મહારાષ્ટ્રના થાણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કાલ્વા વિસ્તારમાં ગૌરી સુમન સોસાયટીમાં રહેનારી ટીવી સીરિયલની અભિનેત્રીએ પોતાની સગીર દીકરીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી. અભિનેત્રીની દીકરીની ઉંમર 17 વર્ષ હતી. મળતી માહિતી મુજબ, કામ ન મળવાના કારણે અભિનેત્રી ડિપ્રેસનનો શિકાર બની ગઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોલીસને ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે મહિલા પ્રદન્યા પારકરે પોતાની સુસાઇડ નોટમાં કહ્યું છે કે તે ખૂબ જ તણાવમાં છે અને તેથી 17 વર્ષની દીકરી શ્રુતિની હત્યા કરી આત્મહત્વા કરવા જઈ રહી છે.

આ પણ વાંચો, વરુણ ધવને ગર્લફ્રેન્ડ સાથે કરી લીધી ગુપચુપ સગાઇ? હવે લગ્નની તૈયારી

કામ ન મળવાના કારણે ડિપ્રેશનમાં હતી

પોલીસના સીનિયર ઇન્સ્પેક્ટર શેખર બાગડેએ જણાવ્યું કે પ્રદન્યા પારકર મરાઠી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી અને હાલમાં તેને કામ નહોતું મળતું. તેનો પતિ પણ વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો.

પોલીસ મામલાની કરી રહી છે તપાસ
ઘટના શુક્રવાર સવારે 8થી 9 વાગ્યાની વચ્ચેની છે. તે સમયે પારકરનો પતિ જિમ ગયેલો હતો. જ્યારે તે જિમથી પરત ફર્યો તો જોયું કે પત્ની પંખાથી લટકેલી છે અને દીકરી પલંગ પર પડી છે. મામલામાં પોલીસે મહિલાના પતિ સાથે પણ પૂછપરછ કરી અને હવે આગળની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, વીણા મલિક અને મલાલા પર ભડકી પાયલ રોહતગી, કહ્યું આવું
First published: August 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...