Home /News /entertainment /

Khatron ke Khiladi 12: ટીવી એક્ટ્રેસ ટાસ્ક દરમિયાન ગંભીર રીતે ઘાયલ; હાથ અને પગ ઘસાઇ ગયા

Khatron ke Khiladi 12: ટીવી એક્ટ્રેસ ટાસ્ક દરમિયાન ગંભીર રીતે ઘાયલ; હાથ અને પગ ઘસાઇ ગયા

KKK12નાં સેટ પર ટીવી એક્ટ્રેસ કનિકા માન થઇ ઘાયલ

Fear Factor: Khatron Ke Khiladi 12: હાલમાં 'ખતરોં કે ખિલાડી 12'ની ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ આ સીઝનના સ્પર્ધકોની એક ઝલક બધાની સામે આવી છે. જેમાં એક ટીવી એક્ટ્રેસ (TV Actress) કનિકા માન (Kanika Mann) ટાસ્ક દરમિયાન ખુબજ ઘાયલ થઇ હતી. જેની તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફેલાઇ ગઇ છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં, 'ખતરોં કે ખિલાડી 12' (Fear Factor: Khatron Ke Khiladi 12) વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ આ સિઝનના સ્પર્ધકોની એક ઝલક સામે આવી છે. આ તમામ સ્પર્ધકો હાલમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં શૂટિંગ કરી રહ્યા છે. તેમાં પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ (TV Actress) કનિકા માન (Kanika Mann) પણ છે. પરંતુ એક ટાસ્ક દરમિયાન અભિનેત્રીને ઘી ઇજા પહોંચી છે. જેનો ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media Viral) પર વાયરલ થઈ રહ્યો છે.

    ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ (Viral Bhayani) પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું, 'કનિકા માનનો શોકિંગ ફોટો.' કનિકાની ઈજાના ચિહ્નો જોઈને લોકો તેને 'ડેન્જરસ પ્લેયર' કહી રહ્યા છે. તે ખૂબ જ ગર્વ સાથે તેના ઘા બતાવી રહી છે'. અભિનેત્રીનો આ ફોટો સામે આવતાં ચાહકો ચોંકી ગયા છે. પરંતુ અભિનેત્રી બહાદુરીથી આ ઘા સહન કરતી અને મીઠી સ્મિત આપતી જોવા મળે છે.




    આ વાયરલ ફોટામાં અભિનેત્રીના ચહેરા પર સંતોષકારક સ્મિત છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી ટાસ્કમાં તેના અભિનયથી ઘણી ખુશ છે. નેટીઝન્સ તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સ્ટંટ શોમાં ભાગ લેતા પહેલા તે બીમાર હતી. આ ઈજાને જોઈને ચાહકો કહી રહ્યા છે કે અભિનેત્રી એક વાસ્તવિક ખેલાડી છે. પરંતુ ઘણા તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે. અભિનેત્રીનો આ ફોટો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

    આ પણ વાંચો- આ 4 કારણોએ બોક્સ ઓફિસ પર ફ્લોપ જઇ શકે છે રણબીર-આલિયાની 'બ્રહ્માસ્ત્ર' , આ 2 મોટી ફિલ્મો તો થઇ જ છે ફ્લોપ

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કનિકા કહે છે કે 'પ્રયાસ ન કરવો' એ તેનો સૌથી મોટો ડર છે. તે કહે છે, 'હું એક એવી વ્યક્તિ છું જે હંમેશા પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનું પસંદ કરે છે. આ મને એક વ્યક્તિ તરીકે ખૂબ જ ખુશ કરે છે."
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fear Factor, Kanika Mann, Khatron Ke Khiladi 12, KKK12, Rohit Shetty

    આગામી સમાચાર