TV અભિનેત્રી કામ્યા પંજાબીએ લગ્ન પછી પતિ શલભ દાંગને કરી Kiis, Video Viral

News18 Gujarati
Updated: February 13, 2020, 7:27 PM IST
TV અભિનેત્રી કામ્યા પંજાબીએ લગ્ન પછી પતિ શલભ દાંગને કરી Kiis, Video Viral
કામ્યાના રિસેપ્શનની તસવીર

કામ્યા પંજાબીના શલભ દાંગ સાથે બીજા લગ્ન છે. આ પહેલા સાલ 2003માં કામ્યા પંજાબીના બંટી નેગી સાથે લગ્ન થયા હતા. બંટી અને કામ્યા પંજાબીની એક પુત્રી પણ છે.

  • Share this:
ટીવી એક્ટ્રેસ (TV actress) કામ્યા પંજાબી (kamya punjabi) અને શલભ દાંગ (shalabh dang) લગ્નના (Marriagel) બંધનમાં બંધાયા છે. બંને લગ્ન પછી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સે લગ્નમાં હાજરી આપી હતી. લગ્ન પછી કામ્યા અને શલભ હવે પોતાના અંગત જીવમાં ધ્યાન આપી રહ્યા છે. કામ્યાએ શલભની સાથે કિસ ડે ઉપર તસવીર શેર કરી છે.

કામ્યા પંજાબીના પતિ શલભ દિલ્હી સ્થિત હેલ્થ કેર સ્પેશિયાલિસ્ટ છે. કામ્યા પંજાબીએ તસવીર શેર કરતા પોતાની ખુશી વ્યક્ત કરી છે. કિસ ડેની (kiss day) ઉજવણી કરતા કામ્યા પંજાબીએ શલભ દાંગને કિસ કરતી એક તસવીર શેર કરી છે. કામ્યા પંજાબીએ તસવીરને શેર કરતા લખ્યું છે કે, પાર્ટીની આ મારી સૌથી ફેવરેટ તસવીર છે.




 



View this post on Instagram




 

So here is my fav one from the party 😍 Pic credit: @theglamweddingofficial #shubhmangalkasha @shalabhdang ❤️


A post shared by Kamya Shalabh Dang (@panjabikamya) on






બંનેના લગ્નની આ તસવીરો ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહી છે. 10 ફેબ્રુઆરી 2020માં એક બીજા સાથે સાત ફેરા લીધા પછી બંને મુંબઈમાં 11 ફેબ્રુઆરી ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. રિસેપ્શન પાર્ટીમાં કામ્યા ડાર્ક ગ્રીન અને ગોલ્ડન કલરનો લહેંગો પહેલી દેખાઈ હતી. પોતાના ટ્રેડિશનલ લુકને કામ્યાએ હેવી જ્વેલરી સાથે ટીમઅપ કર્યું હતું.

કામ્યા પંજાબીના શલભ દાંગ સાથે બીજા લગ્ન છે. આ પહેલા સાલ 2003માં કામ્યા પંજાબીના બંટી નેગી સાથે લગ્ન થયા હતા. બંટી અને કામ્યા પંજાબીની એક પુત્રી પણ છે. લગ્ન પછી બંને વચ્ચે મનદુખ થવાના સમાચાર આવતા રહેતા હતા. વર્ષ 2013માં બંને અલગ થવાનો નિર્ણય લીધો છે.

કામ્યા પંજાબીએ બિગ બોસમાં 10માં પણ કન્ટેસ્ટેન્ટ એન્ટ્રી કરી હતી. બિગ બોસ 10ના વિનર મનવીર ગુર્જર અને કામ્યા પંજાબી શોમાં ખૂબ જ નજીક દેખાયા હતા. બંને એક બીજાના સમર્થન કરતા દેખાયા હતા. પરંતુ હંમેશા રિલેશનશિપની ખબરોને અફવાઓ ગણાવી હતી.
First published: February 13, 2020, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading