Home /News /entertainment /ટીવીની આ હૉટ હસીનાએ જેકેટ ઉતારીને મચાવી સનસની, બોલ્ડ વીડિયો જોઇને લોકો બોલ્યા- ઉફ્ફ...કમાલ...
ટીવીની આ હૉટ હસીનાએ જેકેટ ઉતારીને મચાવી સનસની, બોલ્ડ વીડિયો જોઇને લોકો બોલ્યા- ઉફ્ફ...કમાલ...
Photo Credit : @jenniferwinget1 Instagram
Jennifer Winget Video: ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટનો હાલમાં જ એક બોલ્ડ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. એક્ટ્રેસનો વીડિયો જોઇને નેટીઝન્સ તેના અંદાજ પર ફિદા થઇ ગયા છે.
Jennifer Winget Instagram Video Viral:ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટનો બોલ્ડ અંદાજ હંમેશા ફેન્સનું દિલ જીતી રહ્યો છે. પછી ભલે તે અંદાજ તેના અભિનયમાં જોવા મળે કે તેની રિયલ લાઈફમાં. જેનિફર વિંગેટ વીડિયો લાંબા સમયથી ટીવીની ગ્લેમર ક્વીન રહી છે.
એક્ટ્રેસે વર્ષ 2000માં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પહેલા બાળ કલાકાર તરીકે, પછી તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું. ટીવી સીરિયલ 'દિલ મિલ ગયે'થી લઈને 'બેહદ' સુધી, ટીવી શોઝમાં જેનિફર વિંગેટનું પાત્ર અને આ સિરિયલોમાં તેનું કામ અદ્ભુત રહ્યું છે.
જેનિફર વિંગેટ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોઝ અને વિડિયોઝથી અવારનવાર નેટીઝન્સને ઇમ્પ્રેસ કરે છે, પરંતુ તેના લેટેસ્ટ વીડિયોએ હલચલ મચાવી દીધી છે.
તાજેતરના વિડિયોમાં, જેનિફર લાઇટ કલરના કો-ઓર્ડ સેટમાં ફોટોશૂટ માટે ગ્લેમરસ અંદાજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જેનિફરની આંખોમાં મસ્તીએ લોકોના દિલોની ધકડન વધારી દીધી છે. ફેન્સ એક્ટ્રેસના વખાણ કરતા થાકતા નથી.
એક્ટ્રેસ જેનિફર વિંગેટ ટીવી શો અને વેબ સિરીઝે સ્ટાર પ્લસની ફેમસ સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં તેના પાત્રથી ખૂબ જ ઇમ્પ્રેસ કર્યા. આ પછી તેણે 'દિલ મિલ ગયે', 'સરસ્વતીચંદ્ર' અને 'બેહદ' જેવી સિરિયલોમાં કમાલ કરી બતાવી. જેનિફર ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. 'કોડ એમ2'માં જેનિફરના રોલના ખૂબ વખાણ થયા હતા.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર