Home /News /entertainment /દિવ્યંકા ત્રિપાઠીએ ઍક્ટર બનવા માટે આપ્યું છે તેની મનપસંદ વસ્તુનું બલિદાન, તમને પણ જાણીને લાગશે નવાઇ

દિવ્યંકા ત્રિપાઠીએ ઍક્ટર બનવા માટે આપ્યું છે તેની મનપસંદ વસ્તુનું બલિદાન, તમને પણ જાણીને લાગશે નવાઇ

PHOTO: @DivyankaTripathi

TV news: દિવ્યંકાને પણ બલિદાન આપવું પડ્યું હતું અને એ અંગે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે.

મુંબઇ: ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી (Divyanka Tripathi) સ્ટન્ટ-બેસ્ડ શો ‘ખતરોં કે ખિલાડી’ (Khatron Ke Khiladi 11)માં ભાગ લીધા બાદ ઘણી ચર્ચામાં છે. શોમાં અદભુત પરફોર્મન્સ આપ્યા બાદ દિવ્યંકાની ફૅન ફોલોઈંગ પણ વધી ગઈ છે. દિવ્યંકાએ કહ્યું કે, ‘એક ઍક્ટર બનવું સરળ નથી. કલાકો સુધીનું શૂટિંગ અને હૅક્ટિક શેડ્યુલ તમારું સ્વાસ્થ્ય બગાડી નાખે છે. એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે ફિટનેસ અને ડાયટનું ધ્યાન રાખવું પડે છે. એટલું જ નહીં, કેટલીય વસ્તુઓનું બલિદાન પણ કરવુ પડે છે.’ દિવ્યંકાને પણ બલિદાન આપવું પડ્યું હતું અને એ અંગે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે.

ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં દિવ્યંકા ત્રિપાઠીએ જણાવ્યું કે, ‘હું ભોપાલની રહેવાસી છું. એક વસ્તુ જે વર્ષો સુધી મારી જિંદગીનો ભાગ રહી, એ છે 'ચા' (tea lover). આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ જે સૌથી મોટો ત્યાગ મેં કર્યો છે એ છે ચા છોડવાનો.’

દિવ્યંકાએ પોતાની પ્રિય ચા છોડવાનું કારણ જણાવ્યું કે, ‘જ્યારે હું ‘યે હૈ મોહબ્બતેં’ શો કરી રહી હતી, તો એક ઍક્ટર સ્પેશ્યલ ડાયટ ફોલો કરવા માગતા હતા. એ સમયે હું દરરોજ 8થી 10 કપ ચા પીતી હતી. મને લાંબો સમય સુધી શૂટિંગ કરવું પડતું અને ચા મને ઍક્ટિવ રાખતી હતી. તો મેં મારા કો-સ્ટાર્સને કહ્યું કે થોડા દિવસ હું પણ ચા નહીં પીઉં. મને થયું કે પ્રયત્ન કરવામાં શું જાય છે.’



દિવ્યંકા કહે છે કે, આમ કરવું બિલકુલ સરળ ન હતું. જૂના દિવસો યાદ કરતાં અભિનેત્રી કહે છે કે, ‘શરૂઆતમાં ઘણી મુશ્કેલી થઈ, ભયાનક માથાનો દુખાવો થતો. પણ આજે હું ખુશ છું કે, મેં ચા પીવાનું છોડી દીધું છે. એનાથી મને ઘણો ફાયદો થયો.




મને પહેલાં એસિડીટીની ફરિયાદ રહેતી જે ખતમ થઈ ગઈ. દૂધ અને ખાંડ સાથે ચા પીવી સ્વાસ્થ્ય માટે સારું નથી. ચા છોડ્યાના એક મહિનામાં મારી સ્કિન ગ્લો કરવા લાગી. મારા જેવી વ્યક્તિ માટે જે એક એવા શહેરથી આવે છે જ્યાં ખૂબ ચા પીવાય છે, આ છોડવું સરળ ન હતું. પણ છેવટે તો તમારા સ્વાસ્થ્ય કરતાં કંઈ મહત્વનું નથી.’
First published:

Tags: Celebs, DIvyanka Tripathi, Television news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો