TV એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોના અને નિમોનિયાએ લીધો જીવ

ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું નિધન

દિવ્યા ભટનાગર (Divya Bhatnagar) ગત દિવસોમાં કોરોના વાયરસ (Coronavirus) ની ચપેટમાં આવી ગઇ હતી. તેની સાથે જ તેણે નિમોનિયા પણ થઇ ગયો હતો જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આજે તેણે દુનિાયને અલવિદા કહી દીધી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનાં એક બાદ શોકિંગ સમાચાર સામે આવી રહ્યાં છે. ગત થોડા દિવસોથી બીમાર એવી દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)નું નિધન થઇ ગયુ છે. દિવ્યા ગત કેટાલંક દિવસોથી વેન્ટિલેટર પર હતી અને જીવન મરણ વચ્ચે જંગ લડી રહી હતી. દિવ્યા ગત દિવસોમાં કોરોના વાયરસ (coronavirus)ની ચપેટમાં આવી ગઇ હતી. જેની સાથે જ તેને નિમોનિયા થઇ ગયો હતો. જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને આજે તેને દુનિયાને અલવિદા કહી દીધી હતી. દિવ્યા ભટનાગર (Divya Bhatnagar Passes Away) સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'ગુલાબો'નાં કિરદારમાં નજર આવી હતી.

    કોરોના સંક્રમિત થયા બાદ તેને ગોરેગાંવી SRV હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દિવ્યાની સ્થિતિ ખુબજ ગંભીર હતી. જેને કારણે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. જેને કારણે ઓક્સીજન લેવલ પણ ઘણું ઘટી ગયુ હતું. ગત 11 દિવસોમાં દિવ્યા વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે જંગ લડી રહી હતી. દિવ્યા આ જંગને જીતી ન શકી અને દુનિયા છોડીને જતી રહી.




    દેવોલિના ભટ્ટાચાર્જીએ દિવ્યા ભટનાગરનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને દિવ્યા સાથેની તેની તસવીર શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, 'જ્યારે કોઇ કોઇની સાથે નથી હોતુ તો બસ તુ જ હોતી હતી. દિવુ તૂ જ તો મારી પોતાની હતી જેને હું લડી શકતી હતી, તેનાથી નારાજ થઇ શકતી હતી, દિલની વાત કરી શકતી હતી. મને ખબર છે, તારા માટે જીવન ઘણું કઠિન થઇ ગુય હતું અસનીય દર્દ હતું. પણ મને ખબર છે, આજે તુ એક સુંદર દુનિયામાં છે. તમામ દુખ, દર્દ, જુઠ અને છેતરપીંડીથી દૂર'



    આ પણ વાંચો- દિલજીત દોસાંજ બાદ હવે ખેડૂતોને મળ્યો પ્રિયંકા ચોપરાનો સપોર્ટ, VIRAL POST

    દેવોલીના વધુમાં લખે છે કે, 'હું હમેશાં યાદ કરીશ દિવુ અને તૂ પણ જાણતી હતી કે, હું તને પ્રેમ કરુ છુ અને તારી ચિંતા કરુ છુ.. મોટી તુ હતી.. પણ બાળક પણ તુ હતી.. ભગવાન તારી આત્માને શાંતિ આપે.. જ્યા પણ તુ હોય બસ ત્યાં ખુશ રહે.. તુ હમેશાં મને યાદ આવીશ. હું તને ખુબ પ્રેમ કરુ છું.. બહુ જલદી જતી રહી તુ.. ઓમ શાંતિ.'
    Published by:Margi Pandya
    First published: