Home /News /entertainment /અરે વાહ! દીપિકા કક્કર છે પ્રેગનેન્ટ, પતિ શોએબ સાથે આ ખાસ ફોટો શેર કરીને ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ
અરે વાહ! દીપિકા કક્કર છે પ્રેગનેન્ટ, પતિ શોએબ સાથે આ ખાસ ફોટો શેર કરીને ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ
દીપિકા-શોએબના ઘરે જલ્દી ગુંજશે કિલકારીઓ
ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કરે આખરે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી દીધી છે. દીપિકા અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં બંને સાથે બેઠા છે. બંનેના માથા પર કેપ છે, જેના પર મોમ અને ડેડ લખેલું છે.
ઘણા સમયથી ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કરની પ્રેગ્નન્સીના સમાચારો આવી રહ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે એક્ટ્રેસ પ્રેગનેન્ટ છે અને તેના બેબી બમ્પને છુપાવી રહી છે. હવે દીપિકા કક્કરે આખરે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી દીધી છે. દીપિકા અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં બંને સાથે બેઠા છે. બંનેના માથા પર કેપ છે, જેના પર મોમ અને ડેડ લખેલું છે.
દીપિકા-શોએબે ખાસ અંદાજમાં કરી એનાઉન્સમેન્ટ
ફોટો શેર કરતા શોએબ ઈબ્રાહિમે લખ્યું, 'તમારા બધા સાથે આ સમાચાર મારા દિલમાં આનંદ, કૃતજ્ઞતા, ઉત્સાહ અને થોડી નર્વસનેસ સાથે શેર કરી રહ્યો છું. આ અમારા જીવનનો સૌથી સુંદર ફેઝ છે. હા, અમે જલ્દી જ અમારા પ્રથમ બાળકના પેરેન્ટ્સ બનવાના છીએ. ટૂંક સમયમાં અમે માતા-પિતા બનીશું. અમારા બાળક માટે તમારા અઢળક પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જ જરૂર છે.
શોએબ અને દીપિકાના આ ગુડ ન્યૂઝે ફેન્સનો દિવસ બનાવી દીધો છે. ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે દીપિકા જલ્દી જ પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. પરંતુ કપલે અત્યાર સુધી આ બાબતે મૌન સેવ્યું હતું. ફેન્સે દીપિકાના વીડિયો અને ફોટામાં બેબી બમ્પ પણ નોટિસ કર્યો હતો, તેમ છતાં કપલે તેના વિશે વાત કરી ન હતી. હવે બંનેએ ઓફિશિયલ રીતે માતા-પિતા હોવાની જાહેરાત કરીને ફેન્સને ખુશ કરી દીધા છે.
શોએબ-દીપિકાના ફેન્સ પણ ખુશખુશાલ
યુઝર્સ કપલની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'માતા-પિતાને ખૂબ ખૂબ અભિનંદન.' બીજાએ લખ્યું, 'માશાઅલ્લાહ અભિનંદન.' બીજાએ લખ્યું, 'વાહ! શું સમાચાર સાંભળ્યા છે' અન્ય યુઝરે લખ્યું, 'ઓહ માય ગોડ, કેટલા સારા સમાચાર છે. તમને બંનેને હાર્દિક અભિનંદન. અલ્લાહ નાનકડી જીંદગીને ઘણી બધી ખુશીઓ સાથે આશીર્વાદ આપે, અને હું પ્રાર્થના કરું છું કે તેને તંદુરસ્ત રાખે.
સિરિયલ દરમિયાન થઇ હતી મુલાકાત
દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બંનેના પરિવારની સાથે નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા. આ કપલ સીરિયલ 'સસુરાલ સિમર કા'માં કામ કરતી વખતે એકબીજાને મળ્યા હતા અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. હવે તેઓ સાથે મળીને યુટ્યુબ પર બ્લોગ પણ બનાવે છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર