Devoleena Bhattacharjeeનો યેલો બિકિનીમાં વીડિયો જોઈને ચાહકો ભડક્યાં, 'આને પણ નોરા બનવું છે'

તસવીર સૌજન્ય: @devoleena/Instagram

દેવોલીના સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અવારનવાર તેણી પોતાની તસવીરો અને વીડિયો (Devoleena Bhattacharjee Video) સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને ચાહકોની વાહવાહી લૂટતી રહે છે.

  • Share this:
    મુંબઈ: બિગ બૉસ 13ની સ્પર્ધક અને ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) આજકાલ ટીવીથી દૂર છે. જોકે, ટીવીથી દૂર હોવા છતાં સોશિયલ મીડિયા થકી તેણી પોતાના ચાહકોના દિલથી ખૂબ નજીક છે! દેવોલીના સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અવારનવાર તેણી પોતાની તસવીરો અને વીડિયો (Devoleena Bhattacharjee Video) સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને ચાહકોની વાહવાહી લૂટતી રહે છે. ઉલ્લેખનીય છે કે સ્ટાર પ્લસની પ્રસિદ્ધ ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથીયા'માં રી Devoleena Bhattacharjee ગોપી વહુની ભૂમિકા નિભાવી રહી છે.

    તાજેતરમાં જ અભિનેત્રીએ યેલો બિકિની (Devoleena Bhattacharjee in yellow bikini)માં પોતાની અમુક તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કર્યાં છે, જેને જોઈને યૂઝર્સ તેણીના દિવાના થઈ ગયા છે. યૂઝર્સ આ તસવીરો જોયા બાદ દેવોલીનાની ફિટનેસના વખાણ કરતા થાકતા નથી. આજ લુકમાં તેણીનો એક વીડિયો પણ ખૂબ ચર્ચામાં આવ્યો છે. જોકે, અમુક યૂઝર્સ આ વીડિયો પર નકારાત્મક પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. દેવોલીનાએ જે વીડિયો શેર કર્યો છે તેના પર યૂઝર્સ અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝર્સે તો એવું લખી દીધું કે, 'તું રહેવા દે. તું નોરા ફતેહી (Nora Fatehi) બનાવનો પ્રયાસ ન કર.'

    દેવોલીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણી ટ્રેન્ડિંગ ઑડિયો પર ડાન્સ મૂવ્સ કરતી નજરે પડે છે. વીડિયો સાથે આપેલા કેપ્શનમાં દેવોલીનાએ એક ખાસ સંદેશ પણ આપ્યો છે. વીડિયો સાથે કેપ્શનમાં દેવોલીનાએ લખ્યું છે કે, "તમે કોઈ ભૂલ નથી. તમે કોઈ સમસ્યા નથી જેનું સમાધાન કરવું પડે. પરંતુ તમે તેને ત્યાં સુધી નહી શોધી શકો જ્યાં સુધી તમે તમારા માથાને શરમ, પાંજરું અને ડરની દીવાલ વિરુદ્ધ અથડાવાનું બંધ કરવા માટે તૈયાર નહીં હોવ."




    દેવોલીનાના અમુક ચાહકોને તેણીના ડાન્સ મૂવ્સ અને વીડિયો ખૂબ પસંદ પડી રહ્યો છે તો અમુક લોકોને તેણીનો આ અલગ અંદાજ જરા પણ પસંદ નથી પડ્યો. લોકો દેવોલીનાના દેખાવ અને ડાન્સ પર અજીબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યાં સુધી કે અમુક લોકો તેણીને ડાન્સ ન કરવાની પણ સલાહ આપી રહ્યા છે.

    એક યૂઝરે દેવોલીનાના વીડિયો પોસ્ટ પર કૉમેન્ટ કરતા લખ્યું છે કે, "યાર, આખો મૂડ ખરાબ કરી નાખ્યો." વધુ એક યૂઝરે લખ્યું છે કે, "અરે ગોપી વહુ આ શું બતાવી રહી છે. રહેવા દે. તું ન કરીશ." વધુ એક યૂઝરે દેવોલીનાના વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, "આને પણ નોરા બનવું છે. અરે ભાઈ, કોઈ આને કહો કે તું એકપણ રીતે નોરા નથી લાગી રહી."
    Published by:Vinod Zankhaliya
    First published: