Home /News /entertainment /બાળક હિન્દુ હશે કે મુસ્લિમ? યુઝરના સવાલનો દેવોલીનાએ આપ્યો જડબાતોડ જવાબ

બાળક હિન્દુ હશે કે મુસ્લિમ? યુઝરના સવાલનો દેવોલીનાએ આપ્યો જડબાતોડ જવાબ

ફોટોઃ @devoleena

દેવોલીના ભટ્ટાચાર્જી હાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાના જીમ ટ્રેનર બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે. દેવોલીનાના લગ્ન બાદ યુઝર્સ અજીબો-ગરીબ સવાલો કરી રહ્યા છે. હાલમાં એક યુઝરે તેણીને સવાલ કર્યો કે, તમારા બાળક હિન્દુ હશે કે મુસ્લિમ. દેવોલીનાએ આ સવાલનો જડબાતોડ જવાબ આપ્યો છે.

વધુ જુઓ ...
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. એક્ટ્રેસે હાલમાં પોતાના બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન બંધનમાં બંઘાયાની જાહેરાત કરી છે. જોકે, તેણીએ લગ્નના દિવસ સુધી દુલ્હાને લઈને સસ્પેન્સ બનાવીને રાખ્યો હતો. મોટાભાગના લોકોને એવું લાગી રહ્યુ હતું કે તેણી 'સાથ નિભાના સાથિયા'ના કો-સ્ટાર વિશાલ સિંહ સાથે લગ્ન કરી રહી છે, પરંતુ અભિનેત્રીએ અચાનક પોતાના પતિને મળાવીને ફેન્સને હેરાન કરી દીધા છે. એક મુસ્લિમ વ્યક્તિુ સાથે લગ્ન કરવા માટે હવે દેવોલીના ભટ્ટાચાર્જી ટ્રોલર્સના નિશાના પર આવી છે.

શાહનવાઝ ઉર્ફ સોનુ સાથે લગ્નને લઈને દેવોલીનાને અજીબો-ગરીબ સવાલ કરી રહ્યા છે. જોકે, હાલમાં જ દેવોલીનાએ એક ટ્વિટ યુઝરને જડબાતોડ જવાબ આપ્યો છે, જેને એક્ટ્રેસે સવાલ કર્યો છે કે 'તમારા બાળક હિન્દુ થશે કે મુસ્લિમ'. જોકે, હવે યુઝરે પોતાની ટ્વિટ ડિલીટ કરી દીધી છે. પરંતુ, એક્ટ્રેસની નજરથી આ ટ્વિટ છુપાયુ નહીં. તેણીએ યુઝરને આડે હાથ લીધો અને ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચોઃ મોનાલિસાના શાનદાર લુકને છોડી યુઝરે કર્યા શરીરના આ અંગના વખાણ

ટ્રોલ પર પ્રતિક્રિયા આપતા દેવોલીનાએ તેને ટૉક્સિક જણાવ્યુ છે. તેણી લખે છે- 'મારા બાળક હિન્દુ હશે કે મુસલમાન, આ પુછવાવાળા તમે કોણ છો? અને તમને બાળકને લઈને એટલી જ ચિંતા થઈ રહી છે તો ઘણા બધા અનાથ આશ્રમ છે, તો જાઓ, એડોપ્ટ કરો અને પોતાના હિસાબથી ધર્મ અને નામ નક્કી કરી લો. મારા પતિ, મારા બાળક, મારો ધર્મ, મારો નિયમ. તમે કોણ? #toxic'



આ પણ વાંચોઃ Pathan Controversy:એક-બે નહીં શાહરૂખ-દીપિકાની 'પઠાન'નો આ 7 રાજ્યોમાં વિરોધ, ક્યાંક FIR તો ક્યાંક બૅનની માગ

દેવોલીનાની વેડિંગ ફોટો પર રિએક્શન આપતા ઘણા યુઝરે ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એકે દેવોલીનાની વેડિંગ ફોટો પર તોમેન્ટ કરતા શ્રદ્ધા મર્ડર કેસ સાથે જોડી દીધું, જેનો અભિનેત્રીએ જવાબ આપ્યો અને યુઝરને 'બીમાર દિમાગ' જણાવ્યુ. એક્ટ્રેસ યુઝરને જવાબ આપતા લખે છે- 'અરે-અરે, ક્યાંક તમરા ફ્યુચર વાઈફ અને દીકરો તમને ફ્રિજમાં ફીટ ના કરી દે. મને વિશ્વાસ છે, યાદ તો હસે જ, બહુ જૂની ન્યૂઝ નથી.

પરંતુ, છતાં હું તમને ઑલ ધ બેસ્ટ કહેવા માંગુ છું.'
First published:

Tags: Devoleena bhattacharjee, Entertainment news, મનોરંજન

विज्ञापन