Home /News /entertainment /કરણ મહેરા સાથે અસોપા ચારુનું એક્સ્ટ્રા મેરિટલ અફેર, સુષ્મિતા સેનના ભાઇનો ધડાકો

કરણ મહેરા સાથે અસોપા ચારુનું એક્સ્ટ્રા મેરિટલ અફેર, સુષ્મિતા સેનના ભાઇનો ધડાકો

રાજીવે ચારુના એક્સ્ટ્રા-મેરિટલ અફેર પર મૌન તોડ્યું

Rajeev Sen Charu Asopa Conflict: રાજીવ સેન દુ:ખી છે કે ચારુ અસોપા તેના પ્રેમના બદલામાં ખોટા આરોપો લગાવી રહી છે. રાજીવના કહેવા પ્રમાણે, ચારુની માતાએ તેને જણાવ્યું હતું કે તેનું કરણ મહેરા સાથે અફેર ચાલી રહ્યું છે.

    Rajeev Sen Charu Asopa Conflict: રાજીવ સેન દુ:ખી છે કે ચારુ અસોપા તેના પ્રેમના બદલામાં ખોટા આરોપો લગાવી રહી છે. રાજીવના કહેવા પ્રમાણે, ચારુની માતાએ તેને જણાવ્યું હતું કે તેનું કરણ મહેરા સાથે અફેર ચાલી રહ્યું છે.

    સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાના લગ્નજીવનમાં ચાલી રહેલો ખટગાર હવે જગજાહેર થઈ ગયો છે. બંને સતત એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ચારુ જ્યાં દરેક વણસેલી વાત માટે રાજીવને જવાબદાર ગણાવી રહી છે. તે જ સમયે, હવે રાજીવે ચારુના એક્સ્ટ્રા-મેરિટલ અફેર પર મૌન તોડ્યું છે. રાજીવના કહેવા પ્રમાણે ચારુનું અફેર ટીવી એક્ટર કરણ મહેરા સાથે હતું.



    આ પણ વાંચો : ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકની બોલ્ડનેસે મચાવ્યો ખળભળાટ, બિકીનીમાં આપ્યાં એકથી એક હોટ પોઝ


    રાજીવ સેન અને ચારુ આસોપાએ જેટલા ધામધૂમથી લગ્ન કર્યા એટલી જ હલચલથી તેમનું બ્રેકઅપ થઈ રહ્યું છે. બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને ત્યારથી બંનેએ એકબીજા પર આરોપો લગાવ્યા. એક ઈન્ટરવ્યુમાં રાજીવે ચારુના અફેર વિશે વાત કરી હતી.

    અમારા પ્રેમ અને સન્માનના બદલામાં...


    રાજીવ દુ:ખી છે કે ચારુને પરિવાર તરફથી આટલો પ્રેમ અને સપોર્ટ મળ્યો, છતાં તે આવું કરી રહી છે. ચારુએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે રાજીવે તેની પ્રેગનેન્સી દરમિયાન તેને દગો આપ્યો હતો. આના પર રિએક્ટ કરતાં રાજીવે કહ્યું, 'તે પોતાનું સંતુલન ગુમાવી ચુકી છે અને એક માનવી તરીકે સન્માન ગુમાવ્યું છે. ચારુ દ્વારા જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તેની પાસે કોઈ પુરાવા નથી. આટલો પ્રેમ આપ્યા પછી પણ તે અમારી સાથે આવું કરી રહી છે. હું આ બધું ડિઝર્વ નથી કરતો અને આ બધા માટે હું તેને ક્યારેય માફ પણ નહીં કરું.'



    આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

    ચારુની માતાએ જણાવી હકીકત


    રાજીવે કેટલીક વૉઇસ નોટ્સ શેર કરી છે. તે કહે છે કે ચારુની માતાએ જ તેના અને કરણ મહેરાના અફેર વિશે જણાવ્યું હતું. રાજીવના કહેવા પ્રમાણે, 'વોઈસ નોટમાં એક વાત સ્પષ્ટ છે કે તે કરણ મહેરા સાથે રોમાંસ કરી રહી હતી.



    તેણે કરણ સાથે રોમેન્ટિક રીલ પણ બનાવી હતી. આ બધું મને ચારુની માતાએ કહ્યું હતું. તેણી મારા પર આરોપ લગાવી રહી છે જ્યારે તે પોતે શંકાના દાયરામાં છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Charu asopa, Extra marital affair, Karan Mehra, Tv actress

    विज्ञापन
    विज्ञापन