PM મોદીની બાયોપિકમાં જશોદાબેનનો રોલ ભજવશે આ અભિનેત્રી

News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
PM મોદીની બાયોપિકમાં જશોદાબેનનો રોલ ભજવશે આ અભિનેત્રી
બરખા બિષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેમની પત્ની જશોદાબેનના પાત્રમાં જોવા મળશે

આ પહેલાં બરખા ફિલ્મ 'ગોલિયો કી રાસલીલા રામલીલા'માં જોવા મળી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નો ફર્સ્ટ લુક રીલિઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાત્રમાં વિવેક ઓબેરોય જોવા મળશે. બોલિવૂડ લાઇફ.કોમના અહેવાલ પ્રમાણે, લોકપ્રિય ટીવી અભિનેત્રી બરખા બિષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેમની પત્ની જશોદાબેનના પાત્રમાં જોવા મળશે.

ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો ફિલ્મમાં વિવેક ઓબેરોય ઉપરાંત બોમન ઇરાની, ઝરીના વહાબ અને મનોજ જોશી જેવા કલાકાર નજરે પડશે.

આ પહેલાં બરખા ફિલ્મ 'ગોલિયો કી રાસલીલા રામલીલા'માં જોવા મળી હતી. બરખાએ પોતે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે, ફિલ્મમાં મારો રોલ નાનકડો હોવા છતાં ખૂબ જ મજબૂત પાત્ર છે. મને આ રોલ માટે એટલે ઓફર મળી કે મેકર્સને ગોલિયો કી રાસલીલામાં મારું અભિનય ગમ્યું હતું.



 




View this post on Instagram




 

Find a reason to SMILE 😊 #smileoften #stayhappy #instagramer #influencer #mondaymotivation #thoughtoftheday


A post shared by Barkha Sengupta (@barkhasengupta) on




 આ પણ વાંચો: Nimki Mukhiyaના 'બબ્લુ સિંહ'એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

બરખાએ કહ્યું કે, હું નસીબદાર છું કે મને પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક સાથે જોડાવવાનો મોકો મળ્યો.
First published: February 11, 2019
વધુ વાંચો
अगली ख़बर