ટીવી સીરિયલ ‘સાસ બિના સસુરાલ’ની અભિનેત્રી ઐશ્વર્યા સખૂજા (Aishwarya Sakhuja) એ પોતાની તબિયતને લઈને ખુલાસો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, વર્ષ 2014માં તેને રામસે હંટ સિંડ્રોમ (Ramsay Hunt Syndrome) નામની બિમારી થઈ હતી. જેના કારણે તેના ચહેરા પર પેરાલિસિસ થઈ ગયું હતું. આ બિમારીના કારણે તેનો અડધો ચહેરો ફ્રીજ થઈ હતો. જ્યારે તે ટીવી શો ‘મે ના ભૂલૂંગી’નું શુટીંગ કરી રહી હતી, તે દરમિયાન તેની સાથે આ ઘટના થઈ હતી.
તાજેતરમાં પોપ સિંગ જસ્ટિન બીબરને પણ રામસે હંટ સિંડ્રોમ બિમારી થઈ હતી. જસ્ટિન બીબરે તેના ફેન્સને આ અંગે જણાવ્યું હતું. હવે ઐશ્વર્યાએ પણ તેની આ બિમારીને લઈને ખુલાસો કર્યો છે.
રામસે હંટ સિંડ્રોમ બિમારીનો શિકાર ઈ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ઐશ્વર્યા સખૂજાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં તેને રામસે હંટ સિંડ્રોમ બિમારી થઈ હતી. જેના કારણે તે યોગ્ય રીતે કોગળા પણ કરી શકતી નહોતી.
કોગળા કરવામાં પરેશાની થતી હતી રિપોર્ટ અનુસાર ઐશ્વર્યા સખૂજાએ જણાવ્યું કે, ‘મે ના ભૂલૂંગી’ શો માટે અમે બેક ટુ બેક શુટીંગ કરી રહ્યા હતા. ત્યારે વેડિંગ સીક્વન્સ માટે શુટીંગ કરી રહ્યા હતા. મારે બીજા દિવસે બપોરે બે વાગ્યે જવાનું હતું અને એક રાત પહેલા રોહિતે (ઐશ્વર્યાના પતિ)એ મને કહ્યું હતું કે, તું આંખ કેમ મારી રહી છે? મેં આ વાત પર વધારે ધ્યાન આપ્યું નહોતું અને મજાકમાં કાઢી નાખી હતી. બીજા દિવસે સવારે બ્રશ કરતા સમયે કોગળા કરતા મને તકલીફ થઈ રહી હતી. હું મારા મોઢામાં પાણી પણ રાખી શકતી નહોતી. એકવાર ફરી આ વાતને મેં ખૂબ જ હલ્કામાં કાઢી નાખી હતી. મને એવું લાગી રહ્યું હતું કે, આ બધુ સ્ટ્રેસના કારણે થઈ રહ્યું છે.
પૂજા શર્માએ કર્યું હતુ નોટિસ ઐશ્વર્યાએ વધુમાં જણાવ્યું કે મારી ફ્રેન્ડ પૂજા શર્માએ મારા ચહેરા પર કંઈક ગરબડ હોવાનું નોટીસ કર્યું હતું. તેણે મને આ અંગે ડોકટરની સલાહ લેવાનું પણ કહ્યું હતું. તે દિવસોમં પૂજા શર્મા ઐશ્વર્યા સખૂજાની ફ્લેટમેટ હતી. ત્યારબાદ તે ડોકટરને મળી હતી અને ડોકટરે તેને જણાવ્યું હતું કે, તેના ચહેરા પર પેરાલિસિસ થયું છે. ત્યારબાદ સ્ટિરોઈડ આપવામાં આવ્યા હતા. સ્ટિરોઈડથી માત્ર એક મહિનામાં જ તે સાજી થઈ ગઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર