કાસ્ટિંગ ડિરેક્ટર પર TV એક્ટ્રેસે લગાવ્યો યૌન શોષણનો આરોપ, મુંબઇ પોલીસે કેસ કર્યો દાખલ

ટીવી એક્ટ્રેસ સાથે યૌન શોષણ

વર્સોવા પોલીસ સ્ટેશન (Versova Police Station)નાં એક પોલીસ અધિકારી અનુસાર, અભિનેત્રીએ તેની ફરિયાદમાં જણાવ્યું કે, કાસ્ટિંગ ડિરેક્ટરે એક્ટ્રેસને લગ્નની લાલચ આપીને તેની સાથે બે વર્ષ સુધી રેપ (Rape) કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં એક કાસ્ટિંગ ડિરેક્ટર (Casting Director) પર એક ટીવી એક્ટ્રેસ (TV Actress) બળાત્કારનો આરોપ લગાવ્યો છે. વેબ સીરીઝમાં કામ કરી રહેલી એક્ટ્રેસે કાસ્ટિંગ ડિરેક્ટર આયુષ તિવારી પર રેપ (Rape)નો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસનાં નિવેદનનાં આધારે વર્સોવા પોલીસ સ્ટેશનમાં આયુષ તિવારી (Ayush Tiwari) વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.

  કાસ્ટિંગ ડિરેક્ટર વિરુદ્ધ IPCની કલમ 376 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને આ મામલે તપાસ પણ શરૂ થઇ ગઇ છે.

  વર્સોવા પોલીસ સ્ટેશનનાં એક પોલીસ અધિકારી અનુસાર, અભિનેત્રીએ તેની ફરિયાદમાં જણાવ્યું કે, કાસ્ટિંગ ડિરેક્ટરે એક્ટ્રેસને લગ્નની લાલચ આપીને તેની સાથે બે વર્ષ સુધી રેપ (Rape) કર્યો છે. આ ખબર બાદ એક વખત ફરી ઇન્ડસ્ટ્રીમાં ઉથપ પુથલ મચી ગઇ છે. કહેવાય છે કે, એક્ટ્રેસ કાસ્ટિંગ ડિરેક્ટરની સાથે એક વેબ સીરિઝમાં પણ કામ કર્યું હતું.

  આ પણ વાંચો- કારગીલમાં શૂટિંગ સમયે રાહુલ રોયને આવ્યો બ્રેન સ્ટ્રોક, મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ

  એક્ટ્રેસે 26 નવેમ્બરનાં મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જોકે, આરોપીની હજુ સુધી ધરપકડ થઇ નથી. એક્ટ્રેસની ફરિયાદ પર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારી મુજબ, આ મામલાની તપાસ બાદ જ માલૂમ થયુ છે કે, હાલમાં આ મામલે ઇન્ડસ્ટ્રીમાંથી કોઇની પ્રતિક્રિાય સામે આવી નથી.
  Published by:Margi Pandya
  First published: