સતીશ શાહને થયો હતો કોરોના, ઠીક થઇને પરત આવ્યા ઘરે

સતિશ કૌશિક, એક્ટર (ફાઇલ ફોટો)

Sarabhai vs Sarabhai એક્ટર સતીશ શાહને પણ કોરોના થયો હતો જે હવે રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જાણીતા ટીવી અને બોલિવૂડ એક્ટર સતીશ શાહ (Satish Shah) કોરોના પોઝિટિવ આવ્યા હતાં. તેમની 20 જૂલાઇનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી હતી. જે બાદ તેઓ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતાં. હાલમાં જ તેઓ આ મહામારીને માત આપી ચુક્યા છે અને ઘરે આવી ચુક્યા છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. પણ સુરક્ષાનાં કારણો ધ્યાનમાં રાખીને તેમને 11 ઓગસ્ટ સુધી ઘરમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.

  એક્ટરનાં કોરોના પોઝિટવ થવા અને ઠીક થઇને ઘરે આવવા સુધી જણાવ્યું કે, તે સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. સતીશજીને 28 જુલાઇનાં જ હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવામાં આવ્યાં હતાં. જે બાદ તેમણે પોતાની જાતને ઘરમાં જ કોરન્ટિન કરી લીધી હતી. સતીશ કૌશિકનાં મતે, તેમણે થોડા દિવસતી તાવ આવતો હતો. પણ તે સમયે તેઓ તેમની રૂટીન દવા લઇ રહ્યાં હતાં બાદમાં તેમનો તાવ ઉતરતો ન હતો જે બાદ તેમણે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.

  આ પણ વાંચો- દિશા સાલિયાનનાં મોતની પહેલાં પાર્ટી વાળો વીડિયો થયો વાયરલ, જાણો શું છે સત્ય

  જોકે, સતીશ કૌશિકનું કહેવું છે કે, ગત ચાર મહિનાથી તેઓ ઘરે જ છે. એટલે તેમને સમજાતુ નથી કે તેઓ કોરોનાની ચપેટમાં કેવી રીતે આવી ગયા. સતીશ શાહ 'સારાભાઇ vs સારા ભાઇ', ફિલ્મી ચક્કર અને યે જો હૈ જિંદગીથી ઘર ઘરમાં ફેમસ છે. આ સીવાય તેઓ હિન્દી ફિલ્મોમાં પણ ઘણું સારુ કામ કરી ચુક્યા છે.
  Published by:Margi Pandya
  First published: