ટીવી અભિનેતા સમીર શર્માએ કરી આત્મહત્યા, ઘરમાં પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો

ફાઇલ તસવીર

સમીર શર્માએ સીરિયલ 'યે રિશ્તે હૈ પ્યા કે,' 'કહાની ઘર ઘર કી,' 'લેફ્ટ રાઉટ લેફ્ટ,' 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં' જેવી પ્રસિદ્ધ ટીવી સીરિયલમાં કામ કર્યું છે.

 • Share this:
  મુંબઈ : જાણીતા ટીવી અભિનેતા સમીર શર્મા (Sameer Sharma ends Life)એ આત્મહત્યા કરી છે. તેમનો મૃતદેહ મલાડ (Malad) સ્થિત એપોર્ટમેન્ટમાં પંખા સાથે લટકતો મળ્યો હતો. આત્મહત્યાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફૉરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. આપઘાતના કારણની હજુ સુધી માહિતી મળી નથી. પોલીસે ઘરમાં સુસાઇડ નોટની પણ તપાસ કરી છે.

  સમીર શર્માએ સીરિયલ 'યે રિશ્તે હૈ પ્યા કે,' 'કહાની ઘર ઘર કી,' 'લેફ્ટ રાઉટ લેફ્ટ,' 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં' જેવી પ્રસિદ્ધ ટીવી સીરિયલમાં કામ કર્યું છે. સમીર શર્માનો મૃતદેહ બુધવારે (5 ઓગસ્ટના રોજ) રાત્રે મલાડ સ્થિતિ અહિંસા માર્ગ સ્થિત નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ફાંસીએ લટકતો મળી આવ્યો હતો.
  View this post on Instagram

  Yeh Rishtey Hain Pyaar Ke actor Sameer Sharma is no more. Sameer Sharma who has featured in many shows Jyoti, Kahaani Ghar Ghar Kii, Left Right Left, Iss Pyaar Ko Kya Naam Doon – Ek Baar Phir etc was found hanging in his apartment in Malad West. As per a report in Mid-day, the night duty watchman saw the body and informed the people and the police came to the spot. The police as per reports felt that the actor committed suicide two days back. No suicide note was found in the house. Earlier, Sameer went through a major health ailment but recovered and even got back to acting. He was presently part of Yeh Rishtey Hain Pyaar Ke the Star Plus show. He played the role of Kuhu’s father in the show. A case of accidental death has been registered and the body has been sent for autopsy. #sameersharma #rip 🙏


  A post shared by Viral Bhayani (@viralbhayani) on


  મલાડ પોલીસના જણાવ્યા પ્રમાણે, સમીરે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ફ્લેટ ભાડા પર લીધો હતો. રાત્રે ફરજ દરમિયાન સોસાયટીના ચોકીદારે મૃતદેહ જોયો હતો, જે બાદમાં ચોકીદારે આ અંગેની જાણ સોસાયટીના બીજા લોકોને કરી હતી. લાશની હાલત જોઈને પોલીસને આશંકા છે કે સમીરે એક દિવસ પહેલા આપઘાત કરી લીધો હશે.

  આ પણ વાંચો : કોવિડ હૉસ્પિટલમાં આગથી 8 મોત : આગ લાગી હતી તે ICUની હાલત જોઈને ભલભલા થરથરી ઉઠે

  મલાડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જ્યોર્જ ફર્નાન્ડિસે આ મામલે જાણકારી આપતા કહ્યુ કે એક્સીડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: