ટીવી અભિનેતા રાહુલ દીક્ષિતની આત્મહત્યા, પિતાએ તપાસની માગ કરી

News18 Gujarati
Updated: January 31, 2019, 1:22 PM IST
ટીવી અભિનેતા રાહુલ દીક્ષિતની આત્મહત્યા, પિતાએ તપાસની માગ કરી
ટીવી અભિનેતા રાહુલ દીક્ષિતે બુધવારે આત્મહત્યા કરી હતી

28 વર્ષીય રાહુલે ઓશિવારા સ્થિત તેના ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ટીવી અભિનેતા રાહુલ દીક્ષિતે બુધવારે આત્મહત્યા કરી હતી. 28 વર્ષીય રાહુલે ઓશિવારા સ્થિત તેના ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેને પગલે પોલીસ દોડી આવી હતી. પરંતુ ઘટનાસ્થળેથી પોલીસને કોઇ સુસાઇટ નોટ મળી નહોતી.

રાહુલ દીક્ષિતની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ત્યાં જ રાહુલના પિતા મહેશ દીક્ષિત પુત્રના નિધનના સમાચાર સાંભળી ભારે શોકમાં છે. તેમણે ફેસબુક પર પુત્રના નિધન અંગે કેટલીક પોસ્ટ મૂકી હતી, જેમાં રુપાલી કશ્યપ નામની મહિલા તેની આત્મહત્યા પાછળ જવાબદાર હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

તેમણે લખ્યું હતું કે, બેટા તારી સાથે શું થયું. તું આત્મહત્યા ન કરી શકે. તું અમને જીવતા મારી ગયો. રુપાલી કશ્યપે તને મારી નાંખ્યો. અમને ન્યાય મળે. રાહુલના પિતા આ ઘટનાને આત્મહત્યા હોવાનું સ્વીકારતા નથી. તેમણે કહ્યું કે, આ એક મર્ડર છે. રાહુલના શરીર પર ઇજાના નિશાન છે, પોલીસ તેને અનદેખા કરી રહી છે. આને આત્મહત્યા ગણાવે છે, જે ખોટું છે.

આ પણ વાંચો: 'નાગિન 3' માં હવે નહીં જોવા મળે બેલા, પણ થશે આવું

ઉલ્લેખનીય છે કે, જયપુરના રહેવાસી રાહુલે મુંબઇની ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યો હતો. તે મુંબઇમાં એક્ટર બનવાનું સપનું લઇને આવ્યો હતો, તે સ્ટ્રગલિંગ એક્ટર હતો.
First published: January 31, 2019, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading