ટીવીનાં આ લોકપ્રિય સ્ટાર મોહસિન ખાનનું ગુજરાત કનેક્શન (Mohsin Khan Gujarat Connection) અમે આપનાં માટે લઇને આવ્યાં છીએ. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' (Ye Rishta Kya Kahlata Hai) ને ઓન એર થયે છ વર્ષથી વધુ સમય થઇ ગયો
ટીવીનાં લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ'નાં (Ye Rishta Kya Kahlata Hai) કાર્તિક ગોયેંકા એટલે કે મોહસિન ખાનનું (Mohsin Khan) બાળપણ ગુજરાત (Gujarat)નાં નડિયાદમાં વીત્યું છે. તે ગુજરાતી ખુબ સારી રીતે બોલી પણ શકે છે અને તેને ગુજરાતી લખતા પણ આવડે છે. જી હાં મોહસિન ખાનનાં મૂળ ગુજરાતી છે. અને તેને જ્યારે કામમાંથી ફૂરસત મળે છે ત્યારે તે અચૂક નડિયાદ (Nadiad) આવે છે કારણ કે તેનો પરિવાર હજુ પણ નડિયાદમાં રહે છે.
ટીવીનાં આ લોકપ્રિય સ્ટાર મોહસિન ખાનનું ગુજરાત કનેક્શન (Mohsin Khan Gujarat Connection) અમે આપનાં માટે લઇને આવ્યાં છીએ. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' (Ye Rishta Kya Kahlata Hai) ને ઓન એર થયે છ વર્ષથી વધુ સમય થઇ ગયો. વર્ષ 2014થી આપણે ટીવી પર મોહસિન ખાનને જોઇએ છીએ. કાર્તિક ગોયેન્કાનાં રૂપમાં. હવે તે ઘર ઘરમાં ઓળખાય છે. મોહસિન ગુજરાતી મુસ્લિમ ફેમિલીમાંથી આવે છે. તેનો જન્મ નડિયાદમાં થયો છે. અને તેનું બાળપણ પણ અહીં નડિયાદમાં જ વિત્યું છે. તેનું ગુજરાત સાથે ગાઢ કનેક્શન છે કારણ કે તે અહીં અવાર નવાર આવતો રહેતો હોય છે હજું પણ તેનો પરિવાર અહીં રહે છે.
પરિવારમાં કોણ કોણ છે
મોહસિનનાં પરિવારની વાત કરીએ તો, તેનાં પરિવારમાં માતા-પિતા એક ભાઇ અને એક બહેન છે. તેની માતાનું નામ મહઝબીન ખાન છે તેનાં પિતાનું નામ અબ્દુલ વાહિદ ખાન છે. અને તેની બહેનનું નામ ઝેબા અહમદ છે અને જીજાનું નામ ડૉ. તાહા અહમદ છે. જ્યારે તેનાં નાના ભાઇનું નામ સજ્જાદ ખાન છે.
મીઠીબાઇ કોલેજમાં ભણ્યો છે મોહસિન ખાન
તેનાં ભણતર અંગે વાત કરીએ તો, નાની ઉંમરે જ તેનો પરિવાર નડિયાદથી મુંબઇ શિફ્ટ થઇ ગયો હતો. તેણે મુંબઇની ચિલ્ડ્રન્સ એકેડમીમાંથી તેનું સ્કુલિંગ પૂર્ણ કર્યું અને બાદમાં મીઠીબાઇ કોલેજમાં તેણે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. કોલેજનાં દિવસોમાં જ મોહસિનને મોડલિંગની ઓફર થવા લાગી હતી. તેણે ત્યારે ઘણી એડવર્ટાઇઝમેન્ટમાં કામકર્યું છે. તેણે ઘણાં લિડ શોમાં પણ કેમિયો કર્યા હતાં.
પહેલી એડથી મળ્યા હતાં 10,000 રૂપિયા
તેની પહેલી એડવર્ટાઇઝમેન્ટ અંગે વાત કરીએ તો, માત્ર 18 વર્ષની ઉંમરે તેને Ceat ટાયર્સની એડ મળી હતી. જે માટે તેને 10,000 રૂપિયાનો ચેક મળ્યો હતો.
મોહસિન ખાનનું ટીવી કરિઅર
મોહસિનને ઓળખ ભલે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી મળી હોય પણ તેનો ડેબ્યુ શો સ્ટાર પ્લસનો 'નિશા ઔર ઉસકે કઝીન' હતો. જોકે તેનાં કરિઅરની શરૂઆતની વાત કરીએ તો, તેણે સેકન્ડ આસિસ્ટંટ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું તેણે સાઉથ ફિલ્મ 'કોયેલાંચલ' (Koyelaanchal)થી કરિઅરની શરૂઆત કરી હતી. બાદમાં તે ટીવી શો તરફ વળી ગયો હતો.
Bigg Boss15 થયો છે ઓફર
મોહસિનનાં હાલનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મળતી માહિતી મજુબ, તેને અને શિવાંગી જોશીને એક સાથે બિગ બોસ 15 ઓફર થયો છે શિવાંગી ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'નાયરા'નાં પાત્રમાં નજર આવે છે. અને મોહસિન શોમાં 'કાર્તિક ગોયેન્કા'નાં પાત્રમાં નજર આવે છે. આ શો માટે તેમને ચાર કરોડ રૂપિયા ઓફર થયા છે. જોકે હજુર સુધી બંનેમાંથી કોઇએ આ ખબરની પુષ્ટિ કરી નથી.